સ્ટોરીસ્ટોરી

થોડાક વર્ષ પહેલા સજનબેને ૪ ભેંસો લાવી પશુપાલન શરૂ કર્યું હતુ
થોડાક વર્ષ પહેલા સજનબેને ૪ ભેંસો લાવી પશુપાલન શરૂ કર્યું હતુ

devendra dabhi

May 29, 2016, 10:14 AM IST
અમદાવાદઃ ‘‘દુઃખ નહતું તો ડોબુ વ્હોર્યું...’’ પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા લોકોમાં આ કહેવત ખુબ જાણીતી છે. ગામઠી ભાષામાં ભેંસને ડોબુ કહેવાય છે. પણ કાવીઠા ગામના દિવ્યાંગ સજનબેને આ કહેવતને ઉલ્ટી ઠેરવીને સાબિત કર્યું કે ‘‘સુખ નહતું તો ડોબુ વ્હોર્યું...’’ લગભગ ૫૦ વર્ષના સજનબેનને જન્મથી જ (KYPHOSIS) ઢુંઢનો રોગ હતો. તેમના પતિ જશુભાઈ પણ ક્વોડ્રીપ્લેજીયા (QUADRIPLEGIA)ના દર્દી છે. આટલી તકલીફો વચ્ચે પણ દૂધ દોહીને આ દંપતિએ પોતાના પુત્રને ડોક્ટર બનાવ્યો છે.
એક-એક રૂપિયાની બચત કરી દિકરાને ડોક્ટર બનાવ્યો
આ દંપતિને પેટે પાટા બાંધીને પણ દીકરાને ભણાવવાની લગની હતી. એક એક રૂપિયાની બચત કરીને દિકરાને વડોદરા મેડિકલ કોલેજમાં એડમિશન અપાવ્યું હતુ. દિકરો ભણતો રહ્યો અને માતા સજનબેન અને પિતા જશુભાઈ સપના સેવતા રહ્યા. અને અંતે દીકરો ડૉક્ટર બની ગયો. આજે દીકરો જિતેન્દ્ર ભાવનગર મેડિકલ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે સેવા આપે છે. સજનબેન કહે છે કે ‘હું તો અભણ છું, મારા પતિ પણ અપંગ છે, પણ મારા દીકરાને ભણાવવાની મને બહુ ઈચ્છા હતી. મેં દૂધ દોહીને ઘર પણ ચલાવ્યું અને ત્રણ છોકરાઓને પણ ભણાવ્યા. મારી બિમારીને લીધે મને સદાય એમ થતું કે મારા ઘરમાં જ ડૉક્ટર હોય તો કેવું સારું અને ભેંસોના સહારે મારી આ ઈચ્છા પુરી થઈ.’
આગળ વાંચો...કેવી પરિસ્થિતિમાં સજનબેને શરૂ કર્યો પશુપાલનનો વ્યવસાય
X
થોડાક વર્ષ પહેલા સજનબેને ૪ ભેંસો લાવી પશુપાલન શરૂ કર્યું હતુથોડાક વર્ષ પહેલા સજનબેને ૪ ભેંસો લાવી પશુપાલન શરૂ કર્યું હતુ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી