મંગળ

Divyabhaskar.com | Updated - Apr 19, 2016, 09:16 AM

મંગળ

  • મંગળ
    ફિલ્મનો હીરો કોલેજની બોલ્ડ રાધિકાને કઈ રીતે મેળવે છે તેના પર આખી સ્ટોરી છે.
    અમદાવાદ: કેવી રીતે જઈશ, બે યાર, પ્રેમજી, ગુજ્જુભાઈ ધ ગ્રેટ, છેલ્લો દિવસ જેવી અર્બન ગુજરાતી ફિલ્મોની સફળતા બાદ વધુ એક અર્બન ગુજરાતી ફિલ્મ આવી છે 'રોમિયો એન્ડ રાધિકા' નાકોડા ફિલ્મના સુરેશભાઇ શાહ નિર્મિત અને યુવા દિગ્દર્શક સિદ્ધાર્થ ત્રિવેદી દ્વારા ફિલ્મની મ્યુઝિક લોંચ પાર્ટી એસજી હાઈવે પર આવેલી હોટેલમાં યોજાઈ હતી. ફિલ્મમાં મુખ્ય કલાકારો તુષાર સાધુ અને વિધિ પરીખ છે. 2.5 કરોડના ખર્ચે બનેલી આ ફિલ્મમાં બોલિવૂડના જાણીતા કલાકારો રાજ પ્રેમી, મુશ્તાક ખાન અને શાહબાઝ ખાન પણ અભિનય કરી રહ્યાં છે.
     
     
    કોણ છે ફિલ્મના અભિનેતા-અભિનેત્રી ?
     
    અભિનેત્રી વિધિ પરીખે જાણીતી મોડેલ છે અને સાડા પાંચ વર્ષથી મોડેલિંગ ક્ષેત્ર સાથે જોડાયેલી છે. આ પહેલાં તેણે એક હિન્દી ફિલ્મ 'મુકદ્દરપુર કા મજનુ' કરી છે. જે આ વર્ષે જ રિલિઝ થશે. અભિનેતા તુષાર સાધુ આ પહેલાં એક ગુજરાતી ફિલ્મ 'દેશબુક'માં જોવા મળ્યો હતો અને 'રોમિયો એન્ડ રાધિકા' બાદ તે વધુ એક ફિલ્મ 'તું તો ગયો' કરી રહ્યો છે. 
     
    જો લોકો કનેક્ટ થાય તો ગુજરાતી ફિલ્મો ચાલે જ: વિધિ પરીખ
     
    ફિલ્મ અંગે વાત કરતા અભિનેત્રી વિધિ પરીખે કહ્યું હતું કે, આ મારી પહેલી ગુજરાતી ફિલ્મ છે. હવે સારી ગુજરાતી ફિલ્મો બની રહી છે અને તેને વધુ ને વધુ આગળ લઈ જઈ શકાય તેમ છે. ગુજરાત પાસે ટેલેન્ટ, લોકેશન અને પૈસા બધુ જ છે. જો લોકોને આપણે કનેક્ટ કરી શકીશું તો લોકો સો ટકા વધારેને વધારે ગુજરાતી ફિલ્મો જોતા થશે. 
     
    ફિલ્મ માટે મેં શાહરૂખની બધી ફિલ્મો જોઈ લીધીઃ તુષાર સાધુ
     
    ફિલ્મનો હીરો એવા તુષારે ફિલ્મ અંગે વાત કરતા જણાવ્યું હતું કે,'રોમાન્સથી ભરપૂર આ એક ગુજરાતી ફિલ્મ છે.ફિલ્મની સ્ટોરીને વાંચીને મેં રોમાન્સ કિંગ શાહરૂખ ખાનની 1992 પછી બધી રોમેન્ટીક ફિલ્મો જોઈ લીધી પછી મેં ફિલ્મમાં અભિનય શરૂ કર્યો હતો. ફિલ્મની સ્ટોરી, કેમેરાવર્ક, ડિરેક્ટર અને બોલિવૂડના ઘણા કલાકારોની મહેનતથી ફિલ્મ એટલી મજબૂત બની ગઈ છે કે લોકોને પસંદ પડશે જ.'
     
    આગળ વાંચો....કેટલું છે ફિલ્મનું બજેટ અને શું કહેવું છે ફિલ્મના ડિરેક્ટર સિદ્ધાર્થ ત્રિવેદીનું
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending

વીડિયો વધુ જુઓ