તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાટીદાર સમાજના સમૂહ લગ્નમાં 80 દીકરીને કરિયાવરમાં અપાશે એક્ટિવા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: રવિવારે સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે દશકોશી કડવા પાટીદાર સમાજના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. સમૂહ લગ્નમાં 80 લોકો ભાગ લઇ પવિત્ર બંધનમાં બંધાશે. સમૂહ લગ્નમાં તમામ દીકરીઓને કરીયાવરમાં ‘એક્ટિવા’ આપવાની જાહેરાત કરવામાં આવી છે. ધારાસભ્ય બાબુભાઇ પટેલ દીકરીઓને એક્ટિવાની ભેટ આપશે.
લગ્નમાં ખોટો ખર્ચ અટકાવવા માટે તમામ સમાજ દ્વારા સમૂહ લગ્નોત્સવના આયોજન કરવામાં આવી રહ્યા છે. જેને કારણે ઓછા ખર્ચની સાથે સમાજના તમામ વર્ગના લોકોને એક તાંતણે બંધવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે દશકોશી કડવા પાટીદાર સમાજના સત્તરમાં લગ્નોત્સવમાં બાબુભાઇ પટેલ દ્વારા તમામ દીકરીઓને એક્ટિવાની ભેટ આપવામાં આવશે. આ બાબતે બાબુભાઇના પુત્ર કેતન પટેલે જણાવ્યું હતું. સમૂહ લગ્ન માટે લોકોને પ્રોત્સાહિત કરવા તથા દીકરીઓને આનંદિત કરવા માટે આ નિર્ણય લેવાયો છે.
અન્ય સમાચારો પણ છે...