વારવાર

વારવાર

Haresh kanzariya

Feb 11, 2016, 11:45 AM IST
અમદાવાદઃ 7 ફેબ્રુઆરીએ શરૂ થયેલા વેલેન્ટાઈન વીકમાં આજે પ્રોમિસ ડે છે. સામાન્ય રીતે લોકોએ આ દિવસને પ્રેમીઓ સાથે જ જોડી દીધો છે ત્યારે આ બધાથી અલગ ગુજરાતી અભિનેત્રી નિકિતા સોનીએ પોતાના જ જીવનને પ્રોમિસ કર્યું છે ગરીબોનો મોંઢા પર હાસ્ય લાવવાનું. જોકે, આ પ્રોમિસ આજના દિવસ પુરતુ નથી, નાનપણથી જ સેવાકાર્યો કરતી નિકિતાએ પ્રોમિસ ડે પર અંકલેશ્વરમાં ગરીબોને બિસ્કીટના પેકેટ, ચવાણું સહિતનું વસ્તુઓ વહેંચીને પ્રોમિસ ડેની ઉજવણી કરી હતી.
સમય મળતા જ લોકોની સેવા માટે પહોંચી જાય છે નિકિતા
આ પહેલીવાર નથી કે નિકિતાએ ગરીબોના મોંઢા પર હાસ્ય લાવવા માટે પ્રયાસ કર્યો હતો. ફિલ્મના વ્યસ્ત શિડ્યુલમાંથી જ્યારે પણ સમય મળે તે આ પ્રકારના સેવા કાર્યો કરે છે. શિયાળામાં પણ નિકિતાએ આણંદમાં અનેક ગરીબોને ગરમ કપડાનું વિતરણ કર્યું હતું. ઘણીવાર નિકિતા ગરીબ બાળકોને લઈને હોટેલમાં પહોંચી જાય છે અને ભરપેટ ભોજન જમાડે છે.
અનેક હિન્દી-ગુજરાતી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે નિકિતા
હાંસોટના કતપોર ગામે રહેતાં અને મૂળ રાજસ્થાનના વતની અમૃત સોની છેલ્લા કેટલાક વર્ષથી ભરૂચ જિલ્લાને પોતાની કર્મભૂમિ બનાવી છે. જવેલર્સના વ્યવસાય કરતાં અમૃત સોની ગુજરાતી ધાર્મિક આલ્બમ ક્ષેત્રે ઝંપલાવી સૌ પ્રથમવાર તેમણે કતપોર ગામ નજીક ત્રિવેણી સંગમ એવા પૌરાણિક કોટેશ્વર મહાદેવના મહિમા માટે આલ્બમનું નિર્માણ કર્યુ હતું. જેમાં તેમની પુત્રી નિકિતાને અભિનયના ઓજસ પાથરવાની તક આપી હતી. નિકિતાના અભિનયથી પ્રભાવિત થઇ ૬ ગુજરાતી ધાર્મિક આલ્બમમાં અભિનય કરવાની તક સાંપડ્યાં બાદ તેને ગુજરાતી ફિલ્મ નિર્માતાએ ‘પ્રિતનાં હારે મહિસાગરના આરે’ માં સાઇન કરી હતી. અમૃત સોનીએ ‘ભાઇ બહેન ચાલ્યાં મોસાળ’ ફિલ્મ બનાવી હતી. આ સિવાય નિકિતાએ હિન્દી મુવી 'ગેમ, પૈસા, લડકી' અને 'તું હી તું'માં પણ કામ કર્યું છે. કિતાની છેલ્લે આવેલી ગુજરાતી ફિલ્મ 'રમલી રીક્ષાવાળી' હતી. નિકિતાએ ગુજરાતી આલ્બમ અને ફિલ્મો ઉપરાંત પૃથ્વીરાજ ચૌહાણ, સાંઇબાબા, જય મા દુગૉ, દ્વારિકાધીશ સહિતની હિન્દી ધારાવાહિકોમાં અભિનય કર્યો છે.
વધુ તસવીરો માટે આગળ ક્લિક કરો.....
X
વારવાર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી