બુધ

બુધ

Haresh kanzariya | Updated - Dec 30, 2015, 09:11 AM
(ડાબે) રેશમા પટેલની આજની તસવીર (જમણે) ફાઈલ તસવીર
(ડાબે) રેશમા પટેલની આજની તસવીર (જમણે) ફાઈલ તસવીર
અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલનમાં હાર્દિક પટેલ સહિતના નેતાઓ જેલમાં ગયા બાદ અમદાવાદમાં આમરણાંત ઉપવાસ કરી રહેલા રેશમા પટેલ કોણ છે? શા માટે આંદોલન કરી રહ્યા છે? વગેરે મુદ્દે ચર્ચા જાગી છે. એમાં પણ સોશિયલ મીડિયામાં તેમના ગ્લેમરસ તસવીરો ફરતી થતાં પાટીદારો સહિત અન્ય લોકોને પણ રેશમા પટેલ વિશે જાણવાની ઉત્સુકતા જાગી છે. ત્યારે divyabhaskar.com સાથેની મુલાકાતમાં રેશમા પટેલે પોતાના જીવન અને આંદોલનના ઉદ્દેશ વિશે જણાવ્યું હતું.
'હું સિંગલ મધર છું, પતિથી અલગ રહું છું'
પોતાના પરિવાર અંગે નિખાલસતાથી વાત કરતા રેશમા પટેલે જણાવ્યું હતું કે, 'હું સિંગલ મધર છું, મારે ટ્વિન્સ બાળકો છે એક દીકરો અને એક દીકરી. હું અને માતા પતિ હાલ અલગ રહીએ છીએ અને મારા પતિ અત્યારે બંને બાળકોની સંભાળ રાખી રહ્યાં છે. હું મારી માતા તરીકેની ફરજ બજાવું છું અને બાળકો અને પતિને મળવા પણ જઉ છું,
'મારા પિતા જેલમાં છે'
પોતાના માતા-પિતા અંગે રેશમા પટેલે રડમસ થઈને જણાવ્યું હતું કે, 'મારા મમ્મીના હત્યાના કેસમાં પિતા હાલ જેલમાં છે. હું અગાઉ એક વીમા કંપનીમાં કામ કરતી હતી પરંતુ છેલ્લા 6 મહિનાથી રિયલ એસ્ટેટના વ્યવસાયમાં સક્રિય છું. છેલ્લા પોણા બે વર્ષથી વેજલપુર વિસ્તારમાં રહું છું'
આગળ વાંચો....'આંદોનલ ધીમું પડતા સમાજના દુઃખમાં ભાગીદાર થવા આગળ આવી છું'

X
(ડાબે) રેશમા પટેલની આજની તસવીર (જમણે) ફાઈલ તસવીર(ડાબે) રેશમા પટેલની આજની તસવીર (જમણે) ફાઈલ તસવીર
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App