અમદઅમદઅમદ

અમદઅમદઅમદ

Haresh kanzariya

Oct 02, 2015, 09:36 AM IST
અમદાવાદ: પૂ‌ર્વ અમદાવાદમાં શનિવારે સવારે 9.45 વાગ્યે ખોખરા ઓવરબ્રિજના ફૂટપાથનો 50 ફૂટ જેટલો સ્લેબ ધડાકાભેર તૂટી પડ્યો હતો. મુખ્ય રેલવે ટ્રેક પર સ્લેબ પડવાથી અમદાવાદ-મુંબઈ વચ્ચેનો રેલવ્યવહાર ખોરવાઈ જતાં 30 જેટલી ટ્રેનને અસર થઈ હતી. સ્લેબ તૂટ્યો ત્યારે ટ્રેન પસાર થતી ન હોવાથી સદનસીબે દુર્ઘટના ટળી હતી. જોકે, ફૂટપાથ પરથી પસાર થઈ રહેલો યુવાન ટ્રેક પર પટકાયો હતો. આ ઘટનાને પગલે બ્રિજ પરનો વાહન વ્યવહાર બંધ કરી સારંગપુર બ્રિજ અને મણિનગર બ્રિજ તરફ ટ્રાફિક ડાઇવર્ટ કરાતાં બંને બ્રિજ પર ચક્કાજામની સ્થિતિ સર્જાઈ હતી.
રેલવે તંત્ર દ્વારા તાકીદે સમારકામ શરૂ કરાયું હતું. સમારકામ પૂરું થતાં સાંજે 7.15 વાગ્યાથી રેલવ્યવહાર શરૂ કરાયો હતો, જેમાં સૌપ્રથમ ભાવનગર-કાકીનાડા પોર્ટ ટ્રેન રવાના કરાઈ હતી. અનુપમ સિનેમા પાસેના ખોખરા બ્રિજની ફૂટપાથનો સ્લેબ તૂટવાને કારણે 25000 વોલ્ટની વીજલાઇન પણ તૂટી ગઈ હતી, જેના કારણે વીજપુરવઠો ખોરવાતાં અમદાવાદથી નડિયાદ સુધીની ટ્રેનો અટવાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં તાકીદે રેલ વિભાગના અધિકારીઓ, ફાયર બ્રિગેડનો કાફલો, મ્યુનિસિપલ કમિશનર ડી.થારા સહિત અધિકારીઓ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા. કાટમાળ સાથે ફૂટપાથ પરથી જઈ રહેલો 30 વર્ષીય ચિરંજીવ મોરી નીચે પટકાયો હતો.
જોકે, બાઈકસવાર યુવકે ચિરંજીવને બહાર કાઢી 108ની મદદથી સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. માથામાં અને કમરના ભાગે ગંભીર ઈજા હોવાથી તે મોડી સાંજ સુધી બેભાન અવસ્થામાં હોવાનું જાણવા મળ્યું હતું. કોર્પોરેશને લગભગ 60 વર્ષ પહેલાં બનાવેલા બ્રિજમાંથી માત્ર રેલવે તંત્ર દ્વારા તૈયાર કરાયેલો ફૂટપાથનો સ્લેબ જ તૂટી પડતાં રેલવે તંત્રની કામગીરી સામે અનેક પ્રશ્નો સર્જાયા છે. બીજી તરફ ડીઆરએમ રાહુલ અગ્રવાલે જણાવ્યું હતું કે આ ઘટના અંગે કમિટી બનાવી તપાસ હાથ ધરાશે. જો કે મૂળ પ્રશ્ન એ છે કે આ અકસ્માત માટે જવાબદારી કોની? બ્રિજ 60 વર્ષ જૂનો હોવા છતાં તેની જાળવણી અંગે સંપૂર્ણપણે દુર્લક્ષ સેવવામાં આવ્યું હોય તે સ્પષ્ટ થાય છે.
વીજ વાયર તૂટ્યો, તણખા ઝરતાં હોવા છતાં હિંમત કરી યુવાનને બચાવ્યો આ અંગે વાંચવા આગળ ક્લિક કરો...
X
અમદઅમદઅમદ

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી