સ્ટોરીસ્ટોરીસ્ટોરીસ્ટોરીસ્ટોરી

સ્ટોરીસ્ટોરીસ્ટોરીસ્ટોરીસ્ટોરી

Haresh kanzariya | Updated - Sep 23, 2015, 05:07 PM
સ્પેશ્યલ પેકેજની જાહેરાત કરી રહેલા આનંદીબેન પટેલ
સ્પેશ્યલ પેકેજની જાહેરાત કરી રહેલા આનંદીબેન પટેલ
-ગરીબ સવર્ણો માટે 1000 કરોડનું પેકેજ
-મુખ્યમંત્રીની જાહેરાત, વિદ્યાર્થીઓને ફી, સ્કોલરશિપ, ગણવેશ સહિતના લાભ મળશે, નોકરીમાં 5 વર્ષની છૂટછાટ

ગાંધીનગર : છેલ્લા બે મહિનાથી ચાલતા અનામત આંદોલનને ઠંડું પાડવા અને બિનઅનામત વર્ગોના લોકોનો વિશ્વાસ જીતવા માટે રાજ્ય સરકારે નવી મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાની જાહેરાત કરી છે. આંદોલનકારીઓ સામે કડક વલણ અપનાવવાની સાથે બિન અનામત વર્ગોના લોકો માટે યોજના જાહેર કરીને સરકારે પાટીદાર અનામત આંદોલન પાછળનું મૂળ કારણ દૂર કરવાનો પ્રયાસ કર્યો છે. જ્યારે હાર્દિક પટેલે જણાવ્યું છે કે પ્રાથમિક દ્રષ્ટિએ સરકારનું આ પગલું પાટીદાર સમાજને લોલીપોપ આપવાનું છે. આ પેકેજ તો ભૂતકાળમાં સરકાર ઈબીસીની જે સહાય આપતી હતી તેનું જ સુધારેલું સ્વરૂપ છે.

બિન અનામત વર્ગોને અન્યાયનો અહેસાસ ન થાય તે માટે મેડિકલ - એન્જિનિયરિંગ વિદ્યાશાખામાં ફીમાં સહાયની સાથે પ્રાથમિક અને માધ્યમિકમાં સ્કૂલ ફી, પાઠ્યપુસ્તકો અને ગણવેશ પણ વિનામૂલ્યે આપવાની જાહેરાત કરાઈ છે. વાર્ષિક રૂ. 4.50 લાખની આવકમર્યાદા ધરાવતા પરિવારોનાં બાળકોને આ યોજનાનો લાભ મળશે. જોકે, ધોરણ-12 સાયન્સમાં 90 ટકા પર્સેન્ટાઇલ લાવનારા વિદ્યાર્થીને જ મેડિકલ-ઇજનેરીમાં સહાયનો લાભ મળી શકશે. સરકારે મધ્યમ અને ગરીબ વર્ગના બિન અનામત વર્ગના લોકોને ધ્યાનમાં રાખીને આ કાયમી યોજના તૈયાર કરી છે.

આ યોજના થકી સરકારની તિજોરી પર એક હજાર કરોડ રૂપિયાનો બોજો પડશે. સરકાર સમગ્ર રીતે કુલ એક કરોડ વિદ્યાર્થીઓને આ લાભ હેઠળ આવરી લેશે તેવી જાહેરાત પણ મુખ્યમંત્રીએ કરી હતી. વિદ્યાર્થીઓની સાથે યુવાનોને સરકારી નોકરીમાં અન્યાય ન થાય તે માટે તમામ કેટેગરીમાં ઉપલી વયમર્યાદામાં છૂટછાટ આપવાની જાહેરાત પણ સરકારે કરી છે. એન્જિનિયરિંગ, ડિપ્લોમા અને આઇટીઆઇમાં અભ્યાસ કરી ચૂકેલા યુવાનોને સ્વરોજગાર માટે પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ 10 લાખ સુધીની લોન અને તેમાં 5 ટકા વ્યાજ રાહત સરકાર તરફથી અપાશે.

મુખ્યમંત્રીએ જાહેર કરેલી આ યોજનાને ઉપસ્થિત મહત્તમ પાટીદાર સહિત તમામ સમાજના આગેવાનોએ આવકારી હતી. જ્યારે ભાજપ દ્વારા આ યોજનાની જાહેરાતના પગલે ઠેરઠેર ઉજવણી કરવામાં આવી હતી. બીજી તરફ હાર્દિક પટેલની પાટીદાર અનામત સંઘર્ષ સમિતિ (પાસ)ના સંયોજકો પણ આ બેઠકમાં હાજર હતા પરંતુ તેઓએ આ યોજનાને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. સરદાર પટેલ સેવાદળના કેટલાક સભ્યોએ આ યોજનાને હથેળીમાં ચાંદ સમાન ગણાવી હતી. પાસમાંથી છૂટા પડેલા કેટલાક પાટીદાર આગેવાનોએ યોજનાનો વ્યક્તિગત રીતે સ્વીકાર કર્યો હતો.
પાટીદાર સમાજને સરકારની લોલીપોપ: PAAS
આનંદીબેન પટેલે પેકેજની જાહેરાત કર્યા બાદ પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા એક પ્રેસનોટ દ્વારા પોતાની પ્રતિક્રિયા અપાઈ હતી. પ્રેસનોટમાં કહેવાયું છે કે,'પ્રાથમિક દ્રષ્ટિએ સરકારનું આ પગલું પાટીદાર સમાજને લોલીપોપ આપવાનું છે. જે છૂટછાટો આ પેકેજમાં આપવાની જાહેરાત થઈ છે તે અગાઉ ભૂતકાળમાં સરકાર ઈબીસીની જે સહાય આપતી હતી તેનું આ સુધારેલું સ્વરૂપ છે. તેમ છતાં પાટીદાર સમાજ અને પાટીદાર અનામત આંદોલન સમિતિના તમામ સભ્યો, કાર્યકર્તા અને આગેવાનોનો અભિપ્રાય મેળવી અમે અમારું વલણ સ્પષ્ટ કરીશું. અમારું આંદોલન ચાલુ જ છે, આ અમારી માંગણી ન હોઈ આંદોલન સ્થગિત કરવાનું કે મોકુફ રાખવાનું થતું નથી'
કાગળના પેકેજથી યુવાનોનું ભલું ન થાય: શક્તિસિંહ

અમદાવાદ : મુખ્યમંત્રીના રાહત પેકેજની ટીકા કરતા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે, સરકારી અને ગ્રાન્ટેડ માળખું રાજ્ય સરકારે તોડી નાંખ્યું છે ત્યારે આજે જાહેર કરાયેલું પેકેજ માત્રને માત્ર યુવાનોની મશ્કરી સમાન છે. પેકેજમાં યુવાનોને નોકરીની સીધી તક આપવાની કોઇ જાહેરાત ન હોવાથી આવા કાગળ પરના પેકેજથી યુવાનોનું ભલું થયું નથી. જ્યારે પક્ષના પૂર્વપ્રમુખ સિદ્ધાર્થ પટેલે કહ્યું હતું કે, જાહેર કરાયેલી યોજનામાં આર્થિક માપદંડ અને આવકની મર્યાદા રાખી છે તે રાજયના મોટા ભાગના પરિવારોને અન્યાય કરતા છે. આર્થિક પેકેજ સંપૂર્ણપણે અન્યાયકર્તા છે.
આગળ વાંચો....'અમે કોઈનું ખોટું કર્યું જ નથી' અને 'આમને કોન્સ્ટેબલ નથી થવું સીધા એસીપી થવું છે', મેડિકલમાં ઓપન કેટેગરીના 40થી 60 વિદ્યાર્થીને લાભ થશે

X
સ્પેશ્યલ પેકેજની જાહેરાત કરી રહેલા આનંદીબેન પટેલસ્પેશ્યલ પેકેજની જાહેરાત કરી રહેલા આનંદીબેન પટેલ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App