Home » Madhya Gujarat » Latest News » Ahmedabad City » વાદવાદવાદ

વાદવાદવાદ

Divyabhaskar.com | Updated - Sep 18, 2015, 10:44 AM

વાદવાદવાદ

  • વાદવાદવાદ
    ફિલ્મ મેઘધનુષનું એક દ્રશ્ય અને ઈનસેટમાં ડાયરેક્ટર ડો. કે.આર. દેવમણી.
    અમદાવાદ: છેલ્લા થોડા વર્ષોમાં બનેલી કેટલીક પ્રયોગશીલ અને અર્બન ગુજરાતી મુવીઝના પ્રયોગોને બાદ કરતા ગુજરાતી ફિલ્મોની ઈમેજ ગામ, ગાડું અને ગોકીરો પ્રકારની રહી છે. આવા સંજોગોમાં ડાયરેક્ટર ડૉ. કે. આર. દેવમણીએ 2012માં હોમોસેક્સ્યુઆલિટી જેવા 'હટ કે' વિષય પર બનાવેલી ફિલ્મ 'મેઘધનુષ - ધ કલર ઓફ લાઈફ'ને કરમુક્તિ આપવાનો ગુજરાત સરકારે ઈન્કાર કરી દીધો છે. જેના કારણે આ ફિલ્મ ત્રણ વર્ષથી રિલિઝ નથી થઈ શકી. ગુજરાત હાઈકોર્ટે ફિલ્મને કરમુક્તિ આપવાનો આદેશ કર્યો હતો. જેની સામે રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે.
    હટ કે ગુજરાતી ફિલ્મોને પ્રોત્સાહન આપવાના બદલે તેની રાહમાં રોડા નાખવાની ગુજરાત સરકારની નીતિના કારણે હતાશ થયેલા ડાયરેક્ટર દેવમણિ હવે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી ભણી નજર દોડાવી રહ્યા છે ત્યારે દિવ્યભાસ્કર ડોટ કોમે તેમની સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી હતી.
    ડૉ. કે. આર. દેવમણીએ દિવ્યભાસ્કર ડોટ કોમને જણાવ્યું હતું કે, એક તો પહેલેથી જ ગુજરાતીમાં બહુ સારી ફિલ્મો બનતી નથી. એ સંજોગોમાં મારી જેમ કોઈ અપવાદ રૂપે કોઈ અલગ વિષય પર ફિલ્મ બનાવવાની હિંમત પણ કરે તો તેને નડતી મુશ્કેલીઓ જોઈને ભવિષ્યમાં કોઈ પ્રયોગશીલ ગુજરાતી ફિલ્મ બનાવવાની હિંમત પણ નહીં કરે.
    આગળની સ્લાઈડ્સમાં વાંચો: શું છે ફિલ્મની સ્ટોરી?
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending