સ્ટોરીસ્ટોરીસ્ટોરી

સ્ટોરીસ્ટોરીસ્ટોરી

Haresh kanzariya

Jun 08, 2015, 11:01 AM IST
અમદાવાદ: સામાન્ય રીતે 45 વર્ષની ઉંમર પછી મોટા ભાગની મહિલામાં સંતાનને જન્મ આપીને માતા બનવાની ક્ષમતા રહેતી નથી ત્યારે મુંબઈનાં 60 વર્ષનાં પૂંજીબેન પટેલે દીકરાને જન્મ આપીને રેકોર્ડ બનાવ્યો છે. પૂંજીબેનનો નવજાત દીકરો એકદમ તંદુરસ્ત છે અને તેનું જન્મ સમયે વજન 3.90 કિલોગ્રામ હતું. પૂંજીબેને ઈન-વિન્ટ્રો ફર્ટિલાઈઝેશન (આઈવીએફ) પધ્ધતિથી દીકરાને જન્મ આપ્યો છે. જો કે 60 વર્ષની ઉંમરે બહુ ઓછી મહિલાઓ આઈવીએફની મદદથી માતા બની શકતી હોય છે તે જોતાં પૂંજીબેનનો કિસ્સો હજારોમાં એક મનાય છે.
પૂંજીબેન મૂળ કચ્છનાં છે અને તેમનાં લગ્ન 35 વર્ષ પહેલાં રણછોડભાઈ સાથે થયાં હતાં. લગ્નનાં ઘણાં વર્ષો પછી પણ બંનેને સંતાન નહોતું થયું. બંને લગ્નના અડી દાયકા લગી કચ્છમાં જ રહ્યાં હતાં ને 10 વર્ષ પહેલાં મુંબઈ રહેવા ગયાં હતાં. આ સમગ્ર સમયગાળા દરમિયાન સંતાન માટે તેમણે બહુ પ્રયત્નો કર્યા હતા. જાતજાતની બાધાઓ માની હતી અને સેંકડો મંદિરોનાં પગથિયાં ઘસી નાખ્યાં હતાં પણ તેમને સંતાન પ્રાપ્ત થયું નહોતું. તેમણે કેટલાય ડોક્ટરોનો પણ સંપર્ક કરી જોયો પણ સંતાન પ્રાપ્તિ નહોતી થઈ.
આગળની સ્લાઈડ્સમાં વાંચો: તબીબોએ હોર્મોનનો ડોઝ આપી તેમના ગર્ભાશયને ફરી સક્રિય કર્યુ
X
સ્ટોરીસ્ટોરીસ્ટોરી

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી