કાંકરિયામાં બટરફ્લાય પાર્કની કામગીરી શરૂ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાંકરિયા તળાવ પાસે આવેલા વન ટ્રી હિ‌લ ગાર્ડનમાં ૮ હજાર સ્કવેર મીટરમાં બટરફ્લાય પાર્ક બનાવાશે. હાલમાં પાર્ક બનાવવાની કામગીરી ચાલી રહી છે. આ બટરફ્લાય પાર્કમાં ખુબ જ સુંદર બટરફ્લાયનો ગેટ, ઇન્ટરપ્રીટેશન સેન્ટર જ્યાં બાળકો અને મુલાકાતીઓને બટરફ્લાય તેમજ ઇન્સેક્ટના જીવનચક્રની સંપૂર્ણ માહીતી આપવામાં આવશે. બટરફ્લાય પાર્કમાં રસ્તાની બંને બાજુ બટરફ્લાયને જે ગમે છે તેવી ખુબ જ સંખ્યામાં જુદાજુદા પ્રકારના રંગબેરંગી સુગંધીત ફુલછોડ ઉગાડવામાં આવશે અને આ ફુલ છોડ બટરફ્લાયને આકર્ષિ‌ત કરશે. બટરફ્લાયને ગમતું ભેજવાળુ વાતાવરણ મળી રહે તે માટે ફુવારાઓ અને સ્પિંકલરની વ્યવસ્થા કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, કાંકરિયામાં મુવિંગ ટાવર બનાવવાની યોજના હાલ પૂરતી મોકૂફ રખાઈ છે કારણ કે હજુ તેના માટે યોગ્ય જગ્યા તંત્ર દ્વારા શોધાઈ નથી.