FDI મુદ્દે વેપારીઓ લડી લેવાના મુડમાં: તરફેણ કરનાર પક્ષને મત નહીં

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એપ્રિલથી દેશના તમામ જિલ્લાઓમાં લોકોને જાગૃત કરવા યાત્રા કરાશે
રિટેલમાં FDIની તરફેણ કરનાર પક્ષને વેપારીઓ મત નહીં આપે
રિટેલ એફડીઆઈનું નોટિફિકેશન પાછું ખેંચવા માંગણી


રિટેલ ક્ષેત્રે સીધા વિદેશી રોકાણ (એફડીઆઈ)ની મંજૂરી આપતું નોટિફિકેશન જાહેર કર્યા બાદ ગુજરાતના પ૦ લાખ સહિ‌ત દેશભરના વેપારીઓએ આગામી ચૂંટણીમાં એફડીઆઈની તરફેણ કરનારા રાજકીય પક્ષને મત નહિ‌ આપવાનું વલણ બનાવ્યું છે. વેપારીઓની માંગ છે કે રિટેલમાં એફડીઆઈને મંજૂરી આપતું નોટિફિકેશન કેન્દ્ર સરકાર પાછું ખેંચે નહિ‌ તો આગામી લોકસભાની ચૂંટણીમાં દરેક પોલિંગ બુથ પર આ ઈસ્યુને લઈને વેપારીઓ જશે. એપ્રિલથી ગુજરાતના ૨૬ જિલ્લાઓ સહિ‌ત દેશભરના ૬પપ જિલ્લાઓમાં લોકજાગૃતિ માટે યાત્રા કાઢવાનું આયોજન કરવામાં
આવ્યું છે.

અમદાવાદ આવેલા કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સના જનરલ સેક્રેટરી પ્રવીણ ખંડેલવાલે કહ્યું હતું કે 'સરકારે રિટેલમાં એફડીઆઈને લાવવા માટે સંસદ સમક્ષ ખોટા તથ્યો રજૂ કર્યા છે. સરકારના કહેવા મુજબ ૩૩થી ૪૦ ટકા ખાદ્યાન્નનો બગાડ થાય છે જ્યારે હકીકત એ છે કે આ ફિગર સરેરાશ૧૦ ટકાથી વધુ નથી.ખેડૂતો, હોકર્સ અને વેપારીઓને આ આંદોલન સાથે જોડવા માટે તમામ રાજ્યોની રાજધાનીમાં પંચાયત યોજવામાં આવશે, આ ઉપરાંત સોશ્યલ મીડિયા, એપ્સ અને એસએમએસનો પણ ભરપૂર ઉપયોગ કરવામાં આવશે’

આ મામલે સુપ્રીમ ર્કોટમાં પણ પિટિશન દાખલ થઈ છે જેમાં વેપારી સંગઠનોએ જોડાવા માટે અરજી કરી છે જેની મંગળવારે સુનાવણી છે. આ સંગઠનના ગુજરાતના કન્વીનર જયેન્દ્ર તન્નાએ કહ્યું હતું કે 'ગુજરાતના પ૦ લાખ વેપારીઓ આ રિટેલ એફડીઆઈથી સીધા અસરગ્રસ્ત છે અને એપ્રિલથી જૂન દરમિયાન આ વેપારીઓ એફડીઆઈનો વિરોધ કરવા ૨૬ જિલ્લાઓમાં યાત્રા કરશે.’

એફડીઆઈના વિરોધના મુખ્ય કારણો
વસ્તુ પડતરથી ઓછા ભાવે વેચશે તેથી વેપારીઓના ધંધા પડી ભાંગશે
વેપારીઓના ધંધાઓ તોડીને હરીફાઈ સમાપ્ત કરી દેશે
નાના વેપારીઓ ખતમ થઈ ગયા બાદ પોતાની મરજી મુજબના ઊંચા ભાવો લઈને પ્રજાને લૂંટશે
ખેડૂતોને રિટેલ એફડીઆઈથી સારા ભાવ મળશે તેવા દાવા ખોટા છે

બધા ક્ષેત્રોમાં એન્ટિ મની લોન્ડરિંગ કાયદો લવાશે
પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટમાં સોના અને રિયલ એસ્ટેટનો સમાવેશ થઈ ગયા બાદ વેપારીઓએ ભય વ્યક્ત કર્યો છે કે ભવિષ્યમાં આ કાયદામાં અનેક નાના ધંધાને જોડી દેવાશે. ૧૯૯૪માં સર્વિ‌સ ટેક્સનો કાયદો આવ્યો ત્યારે માત્ર પાંચ કોમોડિટી માટે હતો, ધીમે ધીમે બધી કોમોડિટીનો આ કાયદામાં સમાવેશ થઈ ગયો.