બીઆરટીએસ ફેઝ-૩નો પ્રોજેકટ: રોડ સાંકડા કરવાની ભૂલનું પુનરાવર્તન?

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મ્યુનિ.ના મહત્ત્વાકાંક્ષી બીઆરટીએસ પ્રોજેક્ટના ત્રીજા તબક્કાનો પ૬૦ કરોડનો ડીપીઆર તૈયાર કરીને રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકારના જેએનયુઆરએમ સમક્ષ રજૂ કરી દેવાયો છે ફેઝ-૧-૨માં બીઆરટીએસ રૂટના કારણે મુખ્ય માર્ગો જે સાંકડા થઈ ગયા છે તેનું પુનરાવર્તન ફેઝ-૩માં થશે કે કેમ તે અંગે હજુ કોઈ નિર્ણય કરાયો નથી.

મ્યુનિ. સત્તાધીશોએ શહેરના ફરતેના વિસ્તારોને પણ બીઆરટીએસથી સાંકળી લેવા ફેઝ-૩નો પ૬૦ કરોડનો ડીપીઆર તૈયાર કરી રાજ્ય સરકારના શહેરીવિકાસ ખાતા સમક્ષ રજૂ કર્યો હતો. જેને ચર્ચાવિચારણા બાદ રાજ્ય સરકારે કેન્દ્ર સરકારના જેએનયુઆરએમ સમક્ષ રજૂ કરી દીધો છે. જેમાં આમ તો ૪૦ કિમી લંબાઇના કોરિડોર બનાવવાનું આયોજન છે, પરંતુ પ્રથમ ચરણમાં ૨૬.પ કિમી કોરિડોર બનાવાશે. ફેઝ-૩ માટે મ્યુનિ. તંત્ર દ્વારા ૨૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. બીઆરટીએસના ફેઝ-૩ના ૪૦ કિમી સાથે બીઆરટીએસનુ કુલ નેટવર્ક ૧૩૦ કિમી જેટલુ થશે, જેમાં શહેરના મોટાભાગના મુખ્ય વિસ્તારોને એકબીજા સાથે સાંકળી લેવાયા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, કેન્દ્રની યુપીએ સરકારે જેએનયુઆરએમની મુદત ૨૦૧૨ ડિસેમ્બરમાં પૂરી થતી હતી, પરંતુ રાજ્યોની અનુકૂળતા માટે તેને વધુ બે વર્ષ માટે લંબાવવાની જાહેરાત કરતાં બીઆરટીએસ ફેઝ-૩નો ડીપીઆર રજૂ કરી દેવાયો છે અને જેવી તેને મંજૂરી મળે તે સાથે જ તેનો અમલ ચાલુ કરવાની તૈયારી હાથ ધરવામાં આવી છે.

વધુ વાંચવા માટે તસવીરો પર ક્લિક કરો: