તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લડત મોકૂફઃ BRTSના કર્મીઓ રજા પર નહીં ઉતરે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- વિરોધઃ પગાર ચૂકવાતાં લડત મોકૂફ, પણ બોનસ મુદ્દે કાળી પટ્ટી બાંધશે
- તહેવારોમાં લોકોને તકલીફ હવે નહીં પડે


દિવાળીના બોનસ અને પગારની માગણી સાથે બીઆરટીએસની કોન્ટ્રાક્ટેડ કંપનીમાં કામ કરતાં ડ્રાઈવર તથા એડમીન સ્ટાફ લડાયક મૂડમાં આવી ગયા હતા અને દિવાળી તથા બેસતા વર્ષના દિવસે જાહેર રજા પર ઊતરી જવાનું શસ્ત્ર ઉગામ્યું હતું. જો કે કોન્ટ્રાક્ટર કંપનીએ પગાર ચૂકવી દેતાં કર્મચારીઓએ જાહેર રજા પર ઊતરવાનો નિર્ણય પાછો ખેંચ્યો છે, પરંતુ બોનસના મુદ્દે તહેવારોના દિવસોમાં કાળી પટ્ટી ધારણ કરીને મૂકવિરોધ ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે.

દિવાળીના તહેવારમાં પણ પગાર અને બોનસ ન મળતાં બીઆરટીએસના ૧૨૦૦ જેટલા કર્મચારીઓમાં રોષ ફેલાયો હતો. આ મુદ્દે દિવાળી અને બેસતા વર્ષના દિવસે પ૦૦ જેટલા કર્મચારીઓએ જાહેર રજા પર ઊતરી જવાની ચીમકી ઉચ્ચારી હતી. જેથી તંત્રએ તેમને સમજાવવા પ્રયાસો હાથ ધર્યા હતા. વયમ્ જીએમવીના ડાયરેક્ટર જે. એસ. છાબરાએ તમામ કર્મચારીઓને પગાર ચૂકવવા માટેની ખાતરી આપી હતી અને તે મુજબ શુક્રવારે કર્મચારીઓનો પગાર જય આઇટીને આપી દેવામાં આવ્યો છે. આ અંગેની જાહેરાત થતાં કર્મચારીઓનો રોષ ઠંડો પડયો હતો અને જાહેર રજા પર ઊતરવાનો નિર્ણય પાછો ખેંચ્યો હતો.

આ અહેવાલની વધુ વિગતો વાંચવા આગળ ક્લિક કરો...