મૃતક બહેનનાં ઘરે ભાઈ-ભાભી હાથફેરો કરી ગયાં

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- એમપીથી ઈસનપુર અંત્યેષ્ટિમાં આવ્યાં હતાં

કેન્સરની બીમારીથી પીડાતી પત્નીનું અવસાન થતા ત્યાર બાદની ધાર્મિ‌ક ક્રિયા માટે મધ્ય પ્રદેશથી આવેલા પત્નીના ભાઇ-ભાભી ઘરમાંથી મૃત્યુ પામેલી બહેનના દાગીના અને રોકડ મળીને રૂ.૧.પ૨ લાખની મત્તા ચોરી ગયા હોવાનો આક્ષેપ કરતી ફરિયાદ ખુદ બનેવીએ ઈસનપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.

ઈસનપુર લોટસ સ્કૂલ સામે આવેલા અમીધારા ફલેટમાં રહેતા રાજેશભાઇ જયંતિલાલ ભટ્ટ રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. રાજેશભાઇના પત્નીને કેન્સરની બીમારી હોવાથી લાંબા ગાળાની બીમારી બાદ તાજેતરમાં તેમનું અવસાન થયું હતું. જેથી મૃત્યુ બાદની ધાર્મિ‌ક ક્રિયા માટે મધ્યપ્રદેશ ઈન્દોર માલવા મીલ પાસેની ગોટુની ચાલીમાં રહેતા તેમના સાસરી પક્ષના સભ્યો આવ્યા હતા.

આ અંગે વધુ વાંચવા માટે ફોટો બદલતા જાવ........

(તમામ તસવીરો પ્રતિકાત્મક છે)