મોબાઈલથી બ્રેઇન ટ્યુમર થઇ શકે, ભયાનક પરિણામ આવશે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એક દિવસમાં અડધા કલાકથી વધુ મોબાઇલનો ઉપયોગ કરો તો પણ બ્રેઇન ટ્યુમર થવાની શક્યતા ૧૦૦થી ૨૦૦ ટકા વધી જાય છે. તેવી જ રીતે મોબાઇલ ટાવરમાંથી નીકળતા રેડિયેશનનો ખતરો એટલો વધી રહ્યો છે કે, તેમાંથી નીકળતું રેડિયેશન હવે ધીમું ઝેર છે. આવનારા ત્રણ વર્ષમાં જ તેના ભયાનક પરિણામ આવશે, ત્યારે બહુ મોડું થઇ ગયું હશે. આઇ.આઇ.ટી. મુંબઇના પ્રો. ગિરીશકુમારે ઉપરોકત દહેશત વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે મોબાઇલ ટાવરને લગતી કેન્દ્ર સરકારના ટેલિકોમ્યુનિકેશન વિભાગ તરફથી બહાર પાડવામાં આવેલી ગાઇડલાઇન પણ અસ્પષ્ટ અને લોકોને ગેરમાર્ગે દોરનારી છે. આ ગાઇડલાઇન માત્ર બકવાસ હોવાનું તેમણે જણાવ્યું હતું. તેઓ કહે છે કે, ગુજરાતમાં ખાસ કરીને આણંદ અને ચરોતરના ડેરીઉદ્યોગ સામે આ રેડિયેશનનો ભયાનક ખતરો હોવાનું જણાવતાં તેઓ કહે છે કે, રેડિયેશનની અસર પશુઓ પર થતી હોય છે. ડેરી વિસ્તારમાં જ્યાં મોબાઇલ ટાવર લગાવવામાં આવ્યા છે તે વિસ્તારમાં રહેતાં પશુઓની દૂધ આપવાની ક્ષમતામાં અભૂતપૂર્વ ઘટાડો થઇ રહ્યો છે. શાળા, કોલેજ, હોસ્પિટલ કે સિનિયર સિટિઝન્સ રહેતા હોય તેની આસપાસના મોબાઇલ ટાવર તો તાત્કાલિક ખસેડી લેવા જોઇએ. તેઓ રેડિયેશનની અડફેટે સૌ પ્રથમ આવી શકે. અને મોબાઇલ ટાવરના રેડિયેશનનો અતિરેક હવે શરૂ થયો છે. જેથી આવનારા દિવસોમાં તેના ગંભીર પરિણામો આવી શકે તેમ છે. ધૂમ્રપાન કરતા પણ રેડિયેશન વધુ ખતરનાક : સિગારેટ.......................................................રેડિયેશન ધુમાડા દેખાય છે........................................વેવ્સ દેખાતા પણ નથી. ગંધ આવે છે............................................ગંધ પણ આવતી નથી. પેકેટ પર ચેતવણી પણ લખેલી છે......................કોઇ જ ચેતવણી લખેલી નથી. ધૂમ્રપાનના કારણે જે અસર થાય તેના કરતાં ભયાનક અસર રેડિયેશનની રહેતી હોય છે. કારણ કે, ધૂમ્રપાનની અસર નજર સામે થાય છે. અજાણ્યા માણસની સામે ઊભા રહીને કોઇ ધૂમ્રપાન કરે તેનાથી અજાણ્યા માણસને જે નુકસાન થાય તેના કરતાં તેને રેડિયેશનથી વધુ નુકસાન થતું હોય છે. રેડિયેશનની અસર તત્કાલિક કાંઇ જ દેખાતી નથી. રેડિયેશન તો ખરેખર ધીમું ઝેર છે. સીધી વાત : પ્રો. ગિરીશ કુમાર, આઈઆઈટી, મુંબઈ ક્યા વેવ્સ ખતરનાક છે ? મોબાઇલના કે ટાવરના? ટાવરમાંથી નીકળતા રેડિયેશન સૌથી ખતરનાક છે. ટાવરના રેડિયેશન સૌપ્રથમ કોના માટે ખતરા સમાન? જેમનો રેઝીઝસ્ટન્ટ પાવર ઓછો હોય તેમના માટે ખતરનાક છે. પ્રેગનન્ટ મહિલાને રેડિયેશનની શું અસર થાય? મહિલાઓને મિસ્ડકેરેજ થવાના અથવા તો ખોડખાંપણ ધરાવતાં બાળકો જન્મે. રેડિયેશનની સૌથી વધુ અસર શરીરના ક્યા ભાગ પર થાય? માથા પર સૌથી વધુ, ત્યાર પછી આંખ. મોબાઇલ પર ગીતો સાંભળવા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે? ના, પરંતુ ઇયર ફોન લગાવીને લાંબો સમય સુધી ન સાંભળવું.