તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‘ખાડો પૂરી દેવાયો હોત તો સચિન જીવતો હોત’, ‘બેદરકારી’ નિર્દોષને ભરખી ગઈ!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- પુરાણ ન થતાં ૧૦૦ મીટર પહોળો, ૧૫ ફૂટ ઊંડો ખુલ્લો પ્લોટ તળાવ બની ગયો
- રવિવારે બપોરે નહાવા પડેલા પાંચ છોકરાંમાંથી ૧૩ વર્ષીય સચિન ડૂબી ગયો

તંત્રની બેદરકારીના કારણે ઓઢવ મનમોહન ચાર રસ્તા પાસેની લગભગ ૧૦૦ મીટર જેટલી ખુલ્લી અને ૧૫ ફૂટ ઊંડી જગ્યામાં વરસાદનું પાણી ભરાઇ જવાથી મિની તળાવ બની ગયું હતું.

જ્યાં રવિવારની રજા માણવા બપોરના સમયે સ્થાનિક પાંચ છોકરાં નાહવા પડ્યાં હતાં, જેમાંથી ૧૩ વર્ષના કિશોરના પગ ખાડાની અંદરની માટીમાં ખૂંપી જતા તેનું ગૂંગળાઇ જવાથી મોત નિપજ્યું હતું. આ ઘટનાએ રહીશોમાં ભારે ચકચાર મચાવી દેવાની સાથે તંત્રની બેદરકારીના કારણે એક બાળકનું મોત નિપજ્યું હોવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ઓઢવ મનમોહન ચાર રસ્તાથી કોમલ રેસિડેન્સી તરફ જતાં રોડની સાઈડમાં લગભગ ૧૦૦ મીટર જેટલી ખુલ્લી અને ૧૫ ફૂટ ઊંડી જગ્યા આવેલી છે, જેમાં વરસાદનું પાણી ભરાઇ જવાથી તે જગ્યામાં મિની તળાવ બની ગયું છે.

આ અંગે વધુ વાંચવા માટે તસવીર પર ક્લિક કરોઃ
તસવીરઃ શૈલેષ પ્રજાપતિ