અમદાવાદ: પ્લાન્ટેશનમાં જાગૃતિ માટે સ્થપાઈ બોન્સાઈ કલબ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- 2008માં અમદાવાદ બોન્સાઇ ક્લબની શરૂઆત થઇ હતી, જેમાં બોન્સાઇ બનાવતાં શીખવવા અને તેમાં નવાં પ્રયોગો કરવા અંગેની એક્ટિવિટિઝ કરવામાં આવે છે.

અમદાવાદ: ‘મને વર્ષ 1997માં બોન્સાઈ પ્લાન્ટ્સ વિશે જાણવા મળ્યું અને ત્યારથી મને તેને બનાવવામાં રસ જાગ્યો. ત્યારબાદ થોડાંક વર્ષો બાદ 2008માં હોર્ટિ‌ કલ્ચરમાં અમે બોન્સાઈ ક્લબ શરૂ કરવાની જાહેરાત કરી. તે વખતે ક્લબમાં 34 જેટલાં મેમ્બર્સથી અમે ક્લબની શરૂઆત કરી હતી.’ આ શબ્દો છે અમદાવાદ બોન્સાઈ ક્લબનાં પ્રેસિડેન્ટ ભાવેશભાઇ પટેલનાં.

અમદાવાદ બોન્સાઈ ક્લબનો મૂળ ઉદ્દેશ લોકોમાં પ્લાન્ટેશનમાં જાગૃતિ, બોન્સાઈ દ્વારા રોજગારી, બોન્સાઈ ટ્રેનિંગ વગેરેનો છે. દર મહિ‌નાનાં શનિવારે અમદાવાદ બોન્સાઈ ક્લબમાં મેમ્બર્સ વચ્ચે મિટિંગ થાય છે. જેમાં મેમ્બર્સને બોન્સાઈ વિશેની માહિ‌તી આપવામાં આવે છે, તેમજ બોન્સાઈની નવી ટેક્નિક્સ અને તેની ટ્રેનિંગ આપવામાં આવે છે. તાજેતરમાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદ બોન્સાઈ ક્લબને પરિમલ ગાર્ડન ખાતે 500 વારની જમીન ફાળવવામાં આવી છે, જ્યાં તેમણે બોન્સાઈ પાર્ક તૈયાર કર્યો છે. આ બોન્સાઈ પાર્કને ક્લબનાં મેમ્બર્સ દ્વારા ફંડ જમા કરીને જાતે તૈયાર કરવામાં આવ્યો છે.

ક્લબનાં મેમ્બર અને સેક્રેટરી સેજુ શાહે અમદાવાદ બોન્સાઈ ક્લબ વિશે કહ્યું હતું કે, અત્યારે લોકો ફ્લેટ્સમાં રહેવા લાગ્યાં છે ત્યારે તેમને માટે ઘરનો એક ગાર્ડન તૈયાર કરવો શક્ય નથી. તેમજ બોન્સાઈ પ્લાન્ટ્સ ઓરિજિનલ વૃક્ષનું મિિનયેચર સ્વરૂપ હોવાથી જોવામાં અત્યંત સુંદર લાગે છે અને ઘરમાં આ પ્લાન્ટ્સ મુકવાથી ઓક્સિજનનું સરક્યુલેશન વધવાની સાથે ઘરની શોભા પણ વધે છે. બોન્સાઈ પ્લાન્ટ્સને ઓફિસમાં પણ મૂકી શકાય, જેથી ઓફિસનાં સ્ટ્રેસમાં પણ તેનાથી ઘટાડો થાય છે. અમે તૈયાર કરેલો આ બોન્સાઈ પાર્ક સાથે એજ્યુકેશનલ ગાર્ડન પણ છે, જ્યાં બોટનિકલ અને પ્લાન્ટ્સની માહિ‌તી અમે દરેક વિઝિટર્સને આપીએ છે. ક્લબમાં મેમ્બર બનવું હોય તો ક્લબની 2500 રૂપિયાની વાર્ષિ‌ક ફીઝ ભરવાની રહે છે અને મેમ્બર બની શકાય છે.

ક્લબની એક્ટિવિટિઝ

મહિ‌નામાં એક વખત નર્સરી વિઝિટ કરાવીએ છે. જેમાં બોન્સાઈ બનાવવા માટે કેવાં પ્લાન્ટ્સની પસંદગી કરવી તે શીખવવામાં આવે છે. દર મહિ‌નાનાં બીજા અને ચોથા શનિવારે બોનઝાઇ પાર્કમાં ક્લબની મિટિંગ થાય છે, જેમાં મેમ્બર્સને કટિંગ, વાયરિંગ, પ્રુનિંગ અને પિંચિગ શીખવવામાં આવે છે. દરેક સિઝન પ્રમાણે ટ્રેનિંગ આપવામાં આવે છે. તેમજ સ્કૂલ સ્ટુડન્ટ્સ તેમજ બોટનિકલ વિષયો રાખ્યાં હોય તેવાં વિદ્યાર્થીઓને ભારતનાં જાણીતાં માસ્ટર્સ દ્વારા એડવાન્સ વર્કશોપ્સ પણ કરાવાતાં હોય છે.

કેવાં પ્લાન્ટ્સ બનાવી શકાય?

યુકા, ફાયકસ અલી, ઇન્ડોનેશિયન પ્લાન્ટ પ્રેમના, જેડ, લોનીનો, બોગનવેલ, ચીકુ, આમલી-કેસકેડ સ્ટાઇલ, જેટ્રોફા, દીવીદીવી, પીપળ, ક્રોટન વગેરે એવાં બધાં જ વૃક્ષો કે જેઓની ૪૦ વર્ષ કે તેથી વધુનું આયુષ્ય છે તેમને બોન્સાઈ બનાવી શકાય છે.