ગાંધીનગર ભાજપના કોર્પોરેટર અને બિલ્ડર પર આઈટીની તપાસ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ત્રણ સ્થળોએ તપાસ: ઓછો એડ્વાન્સ ટેક્સ ભરાયો હોવાથી તપાસ શરૂ કરાઈ
ગાંધીનગરમાં રિયલ એસ્ટેટના ધંધા સાથે સંકળાયેલા ભાજપના કોર્પોરેટર પ્રકાશ પટેલા કાનમ રેસિડેન્ટ પર અને તેમન સાથે ધંધાકીય સંબંધ ધરાવનારા વૃંદાવન ગ્રૂપના વિનોદ પટેલ અને તેમના ભાગીદારોને ત્યાં ગાંધીનગર ઈન્કમટેક્સ કમિશનરની કચેરીએ તપાસ શરૂ કરી છે. સૂત્રોના જણાવ્યાં અનુસાર બપોરથી ત્રણ સ્થળોએ તપાસ આરંભાઈ છે.
લોકસભાની ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે ત્યારે ભાજપના કોર્પોરેટરને ત્યાં આઈટીની તપાસ હાથ થતાં ગાંધીનગર અને અમદાવાદના કોર્પોરેટર્સમાં ચર્ચાનો વિષય બની ગયો હતો. ગાંધીનગરના કેટલાક કોર્પોરેટર્સએ આ તપાસ શરૂ થવાના સમાચાર મળતાં મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધાં હતાં.

ઈન્કમટેક્સ વિભાગના સૂત્રોના જણાવ્યાં અનુસાર માર્ચ મહિનો પૂરો થવા આવી રહ્યો છે અને જે કરદાતાઓએ ગત વર્ષ જેટલો એડવાન્સ ટેક્સ નથી ભર્યો અને આ અંંગે કોઈ સંતોષજનક સ્પષ્ટતા પણ નથી આપી તેમને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી છે.