અમદાવાદનું અનોખું મંદિર, નિ:સંતાન માતાપિતાની ઈચ્છા કરે છે પૂરી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- શેર માટીની ખોટ પૂરી કરતું ભાભારાણાનું મંદિર

- હોળીના આગલા દિવસે તળાવમાંથી લગભગ ૧ ટન ચીકણી માટી લાવીને ભાભારાણાની મૂર્તિ‌ બનાવે છે.

અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં આવેલું આ મંદિર માત્ર હોળીના દિવસે જ ખુલે છે બાકીનું આખુ વર્ષ બંધ રહે છે. હોળીના દિવસે આજ મંદિરના ઓટલા પર જ ભાભારાણાએ સમાધિ લીધી હતી. ત્યારથી દર વર્ષ હોળીના દિવસે જ તેમની ચીકણી માટી મૂર્તિ‌ બનાવવાની પ્રથા શરૂ થઇ છે. જેનો શામળ ભટ્ટની સિંહાસન બત્રીસી વાર્તામાં ભાભારાણાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં આવેલી પટવા શેરીમાં લોકોની શેર માટીની એટલે કે સંતાનની ખોટ પૂરી કરતાં ભાભારાણાનું પૌરાણિક મંદિર છે. આ મંદિર માત્ર હોળીના દિવસે જ ખુલે છે, બાકીનું આખુ વર્ષ બંધ રહે છે. હોળીના દિવસે જ આ મંદિરના ઓટલે ભાભારાણાએ સમાધિ લીઘી હતી. ત્યારથી દર વર્ષ ગામતળાવમાંથી ચીકણી માટી લાવી તેમની મહાકાય મૂર્તિ‌ બનાવવાની પ્રથા શરૂ થઇ છે. આ મૂર્તિ‌ને તે જ દિવસે તળાવમાં વિસર્જિત કરી દેવાય છે.

આગળ વાંચો કોણ છે ભાભારાણા