૭મીથી બીએડ્માં પ્રવેશપ્રક્રિયા

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીએડ્ની કોલેજોમાં પ્રવેશ માટેના રૂ. ૨૦૦ની કિંમતના ફોર્મ સાતમી જૂનથી ૨૬મી જૂન દરમિયાન ગુ.યુનિ. કન્ઝ્યુમર્સ સ્ટોર્સ ખાતે અપાશે આ જ સમયગાળા દરમિયાન પ્રવેશ ફોર્મનો સ્વીકાર આઈએએસ ટ્રેનિંગ સેન્ટર ખાતે કરાશે ગુજરાત યુનિવર્સિ‌ટી સંલગ્ન રાજ્યભરમાં આવેલ બીએડ્ શાખાની કોલેજોની પ્રવેશ પ્રક્રિયાનો આગામી સાતમી જૂનથી પ્રારંભ થશે. ગુજરાત યુનિવર્સિ‌ટી સંલગ્ન બીએડ્ કોલેજોમાં પ્રવેશ માટેની કાર્યવાહીના ભાગરૂપે બીએડ્ સેલના નેજા હેઠળ સાતમી જૂનથી ૨૬મી જૂન દરમિયાન ગુજરાત યુનિવર્સિ‌ટી કન્ઝ્યુમર્સ સ્ર્ટોસ ખાતેથી રૂ. ૨૦૦ની કિંમતનું પ્રવેશ ફોર્મ આપવામાં આવશે. જ્યારે આ જ સમયગાળા દરમિયાન ગુજરાત યુનિવર્સિ‌ટીના આઈએએસ ટ્રેનિંગ સેન્ટર ખાતે બીએડ્ શાખાના પ્રવેશ ફોર્મનો સ્વીકાર કરાશે. ગુજરાત યુનિવર્સિ‌ટીના બીએડ્ સેલ દ્વારા રાજ્યભરમાં આવેલ એક સરકારી,૧૬ ગ્રાન્ટ ઈન એઈડ તેમજ ૭૦ જેટલી સેલ્ફ ફાઈનાન્સ બીએડ્ કોલેજો મળીને કુલ ૮૭ જેટલી કોલેજોની આશરે ૮૭૦૦ જેટલી બેઠકો માટે જૂન- જુલાઈ દરમિયાન પ્રવેશ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ પ્રવેશ પ્રક્રિયાના પ્રારંભે જૂનના પ્રથમ સપ્તાહથી ચોથા સપ્તાહ દરમિયાન પ્રવેશ ફોર્મ વિદ્યાર્થીઓને આપવામાં આવશે. ત્યાર બાદ આ જ સમયગાળામાં વિવિધ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓના પ્રવેશ ફોર્મનો સ્વીકાર કરાશે. જે અંતર્ગત આઠમી જુલાઈથી બીએડ્ શાખાના વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવણીની પ્રક્રિયાનો પ્રારંભ કરાશે. જ્યારે બીએડ્ શાખાની કોલેજોમાં શૈક્ષણિક સત્રનો પ્રારંભ ૧પમી જુલાઈથી થશે. ગયા વર્ષે ૨૩૦૦ બેઠકો ખાલી રહી ગુજરાત યુનિવર્સિ‌ટી સંલગ્ન બીએડ્ કોલેજોની ૮૭૦૦ બેઠકો પર પ્રવેશ માટે હાથ ધરાયેલી પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત ગયા વર્ષે ૨૩૦૦ બેઠકો ખાલી રહી હતી. આ વખતની બીએડ્ શાખાની પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત આશરે ૪૦૦૦ આસપાસ બેઠકો ખાલી રહેવાની શક્યતા સૂત્રોએ વ્યક્ત કરી છે.