અમદાવાદીઓ કસી લો કમર ને થઇ જાઓ તૈયાર!

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- શહેરીજનોમાં આરોગ્ય અને પર્યાવરણની જાગૃતિ ફેલાય તે માટે એએમસી દ્વારા ૬ જાન્યુઆરીએ મેરેથોન અને ૨૭ જાન્યુ.ના રોજ સાયકલોથોન યોજાશે - મેરેથોનમાં ૨૫ હજાર લોકો ભાગ લેશે ગુજરાત અને અમદાવાદ જ્યારે વિશ્વ ફલક પર એક આગવી ઓળખ ઊભી કરી રહ્યા છે ત્યારે અમદાવાદ મ્યૂનિસપિલ કોર્પોરેશને એક આગવી જ ઝુંબેશ આદરી છે. આ ઝુંબેશના ભાગરૂપે આ વર્ષે શહેરમાં મેરેથોન અને સાયકલોથોનનું આયોજન કરવામાં આવ્યું છે. આ બન્ને ઇવેન્ટ્સને આંતરરાષ્ટ્રિય કક્ષાએ પ્રખ્યાત કરવાના પણ પ્રયાસો કરવામાં આવશે. સાયકલોથોનનું આયોજન અમદાવાદ મ્યૂનિસપિલ કોર્પોરેશન અને અમદાવાદ બાઇસિકલિંગ ક્લબ દ્વારા ૨૭ જાન્યુઆરી ૨૦૧૩ના રોજ કરવામાં આવ્યું છે. આ સાયકલોથોનનું આયોજન આંતરરાષ્ટ્રિય સાયકલોથોનના કેલેન્ડર મુજબ બનાવવામાં આવ્યું છે. આ સાયકલોથોનમાં આંતરરાષ્ટ્રિય કક્ષાના સ્ટાન્ડર્ડ, પેરામીટર્સ, અને પ્રોસજિર્સને ધ્યાનમાં રાખવામાં આવશે. ફુલ તથા મિડિયમ સાયકલોથોનમાં ૧૮થી ઉપરની ઉંમરના લોકો જ ભાગ લઇ શકશે. સાયકલોથોનનો રૂટ - સેન્ચ્યુરી રેસ : ૧૦૫ કિલોમીટર રિવર ફ્રન્ટ, ઇન્કમટેક્ષ સર્કલ, નહેરુ નગર, ઇસ્કોન, સર્કલ, એસ.પી રિંગ રોડ, વૈષ્ણોદેવી સર્કલ, સાયન્સ સિટી. હાફ સેન્ચ્યુરી રેસ : ૪૮ કિલોમીટર રિવર ફ્રન્ટ, નહેરુ નગર,વૈષ્ણોદેવી , આંબલિ, સોલા ડ્રિમ રાઇડ : ૧૭ કિલોમીટર રજિસ્ટ્રેશન ફી - કેટેગરી ફી સેન્ચ્યુરી રેસ ૩૦૦ હાફ સેન્ચ્યુરી રેસ ૩૦૦ ડ્રીમ રાઇડ વિના મૂલ્યે આ રેસમાં ડ્રીમ રાઇડને ઓપન ફોર ઓલ કેટેગરીમાં મુકાઇ છે. કેવી રીતે કરશો નોંઘણી ? સાયકલોથોન માટે રજીસ્ટ્રેશન www.sabarmaticyclothon.in પર ૨૫ ઓક્ટોબરથી શરૂ કરવામાં આવશે. આ સાયકલોથોનમાં આશરે ૫૦૦૦ લોકો ભાગ લેશે. મેરેથોનનો રૂટ ફુલ મેરેથોન : ૪૨.૧૯૫ કિલોમીટર રિવર ફ્રન્ટ, ગાંધી આશ્રમ ઉસ્માનપુરા, હેલ્મેટ સર્કલ, થલતેજ હાફ મેરેથોન : ૨૧.૦૯૭ કિલોમીટર રિવર ફ્રન્ટ, ગાંધી આશ્રમ, ઉસ્માનપુરા, હેલ્મેટ સર્કલ ડ્રીમ રન : ૬ કિલોમીટર રિવર ફ્રન્ટ, મીઠાખળી, પરિમલ ગાર્ડન, લો ગાર્ડન રજિસ્ટ્રેશન ફી કેટેગરી ફી ફુલ મેરેથોન ૪૦૦ હાફ મેરેથોન ૪૦૦ ડ્રીમ રન ૧૦૦ અંધજન/વ્હીલચેર રન વિના મૂલ્યે કેવી રીતે કરશો નોંઘણી ? મેરેથોન માટે રજીસ્ટ્રેશન www.sabarmatimarathon.net પર ૧૬ ઓક્ટોબરથી શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત ૧ ડિસેમ્બરથી કોર્પોરેશનના નક્કી કરેલા કેન્દ્રો પર પણ રજીસ્ટ્રેશન કરાશે.