અમિત જેઠવા કેસમાં કોન્સ. બહાદુરસિંહે જામીન માગ્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- બીમાર પત્નીના ઓપરેશનનું કારણ આપ્યું
-
સેશન્સ ર્કોટે ચુકાદો ૩૦ મેના રોજ નિયત કર્યો

અમિત જેઠવા હત્યાકેસમાં ધરપકડ કરાયેલા કોન્સ્ટેબલ બહાદુરસિંહ વાઢેરે પોતાની પત્નીના ઓપરેશન માટે પૈસાની વ્યવસ્થા કરવા તેમજ તેની સાથે રહેવા માટે ૧પ દિવસના વચગાળા જામીન માટે સેશન્સ કોર્ટમાં અરજી કરી છે. આ અરજીમાં પક્ષકારોની રજૂઆતના અંતે એડિ. સેશન્સ જજ પી.વી.મારૂએ પોતાનો ચુકાદો ૩૦મી મેએ નિયત કર્યો છે.

આરટીઆઇ એક્ટિવિસ્ટ અમિત જેઠવા હત્યાકેસમાં ધરપકડ કરાયેલા કોન્સ્ટેબલ બહાદુરસિંહ વાઢેરે તેમની પત્નીના ગાયનેક બીમારીથી પીડાઇ રહ્યા છે જેથી તેમની સાર સંભાળ રાખવા માટે અને નાણાં પૂરા પાડવા માટેની વ્યવસ્થા માટે ૧પ દિવસના વચગાળાના જામીન આપવાની દાદ માગી હતી. અરજીની સુનાવણીમાં વાઢેરના એડ્વોકેટ વિમલ સોલંકીએ કોર્ટમાં કહ્યું કે, પો.કો.ની પત્ની એકલાં રહે છે. ઓપરેશનના નાણાંની વ્યવસ્થા માટે બહાદુરસિંહની જરૂર છે. રાજકોટની હોસ્પિટલના ડોક્ટરે પણ ઘરના એક વ્યક્તિને તેમની સાથે રહેવાની જરૂરિયાત જણાવી છે.

સીબીઆઇએ કોર્ટ સમક્ષ રજૂઆત કરી કે, બહાદુરસિંહના જણાવ્યા મુજબ પત્નીએ ૧૯, ૨૦ મેએ સારવાર લીધી છે. પરંતુ અમારા વેરિફિકેશનના અરજદારે જણાવેલી હકીકતોમાં વિસંગતતા જોવા મળી છે. પક્ષકારોની રજૂઆતના અંતે એડિ. સેશન્સ જજ પી.વી.મારૂએ ચુકાદો ૩૦મી મેના રોજ નિયત કર્યો છે. આ અગાઉ સેશન્સ કોર્ટે કેસના અન્ય આરોપી શિવા પચાણ અને શિવા સોલંકીની જામીન અરજી કોર્ટના જ્યુરિડિકશનના મામલે ફગાવી દીધી હતી.