તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
- સીબીડીટીની ગાઈડ લાઈનને અનુસરતા માત્ર પ્રથમ પગલું જ ભરાયું
મોટા વ્યવહારો કરીને ઈન્કમટેકસ રિટર્ન ફાઈલ ન કરી ઈન્કમટેકસની ચોરી કરનારા લોકોની માહિતી સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકસીસે દરેક આકારણી અધિકારીઓને આપી હતી અને આવા કરદાતાઓ સામે કઈ- કઈ રીતે પગલા લેવા તે અંગેનો એક ઈન્ટરનલ સક્ર્યુલર સપ્ટેમ્બરમાં કર્યો હતો. જો કે આ સક્ર્યુલર મુજબ નોન ફાઈલર્સને પ્રથમ નોટિસ આપીને અધિકારીઓએ આગળ કોઈ કાર્યવાહી કરી નથી. ગુજરાતમાં આશરે પાંચ હજાર લોકોને આવી નોટિસ મળી છે.
ઈન્કમટેકસ વિભાગના સૂત્રોના જણાવ્યાં મુજબ આકારણી અધિકારીઓ પર આ વર્ષે ચાલુ કેસની આકારણી વહેલી પૂરી કરવાનું દબાણ અને ઓછો સ્ટાફ આ માટે કારણભૂત છે તેથી નોન રિટર્ન ફાઈલર્સનું ફોલોઅપ થઈ શકયું નથી. એન્યુઅલ ઈન્ફોર્મેશન રિટર્ન અને કેટલાક બેકિંગ અને અન્ય વ્યવહારોના આધારે રિટર્ન ફાઈલ ન કરનારા લોકોનો એક ડેટા દિલ્હીમાં તૈયાર કરાયો હતો. આ ડેટા આકારણી અધિકારીને મોકલી તેના માટે એક મોનિટરિંગ સિસ્ટમ ઊભી કરાઈ હતી અને આવા કરદાતાઓને રિટર્ન ફાઈલ કરવા માટે પત્ર લખવા કહેવાયું હતું.
ગુજરાતમાં અલગ અલગ ફિલ્ડ ઓફિસમાંથી આશરે પાંચ હજાર આવા પત્રો ગયા છે. સીબીડીટીના નિર્દેશ મુજબ જો આ પત્ર સરનામા પર ન પહોંચ્યો હોય તો અન્ય સરનામે પ્રયાસ કરવો અથવા ત્યાં ઈન્સ્પેકટર મોકલીને નવું સરનામું શોધવાનું રહેશે. જો રિટર્ન આવ્યું હોય તો તેની માહિતી સિસ્ટમમાં કેપ્ચર કરવાની અને પેપર રિટર્ન ફાઈલ કર્યુ હોય તો તેની વિગતો ભરવાની રહેશે. છતાં આવા કરદાતા ન મળે તો તેની નોંધ પણ આકારણી અધિકારીએ મૂકવાની હતી.
સાચા કરદાતાઓને અન્યાય થાય છે
નોન રિટર્ન ફાઈલર્સને શોધવાની પ્રક્રિયા પૂરી ના થવાથી જે લોકો જેન્યુઈનલી રિટર્ન અને ટેકસ ભરે છે તેવા કરદાતાઓને અન્યાય થાય છે. આ ઉપરાંત કરદાતાના જે વ્યવહાર અંગે નોટિસ નીકળી હોઈ તેની વિગતો પણ નોટિસમાં લખાવી જોઈએ.’
જૈનિક વકીલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ
પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.