તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કરાઇ પોલીસ ટ્રેનિંગ એકેડમીનાં એડીઆઇ પર ૩ શખ્સોનો હુમલો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગર પાસે આવેલી કરાઇ પોલીસ ટ્રેનીંગ એકેડમીમાં આસિસ્ટન્ટ ડ્રિલ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતાં જીતેશભાઇ પર એકેડમીની કેન્ટીનમાં કામ કરતાં ૩ શખ્સોએ ફરજમાં રૂકાવટ કરી હુમલો કર્યો હતો. એડીઆઇ જીતેશભાઇએ આ અંગે ડભોડા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.

ગાંધીનગરનાં કરાઇ ગામ પાસે આવેલી પોલીસ ટ્રેનીંગ એકેડમી કરાઇ પોલીસ ટ્રેનીંગ એકેડમીમાં ગત શનિવારનાં રોજ બનેલી આ ઘટનાની પ્રાપ્ત વિગતોનુંસાર જીતેશભાઇ જગદીશભાઇ જાદવ આ એકેડમીમાં આસિસ્ટન્ટ ડ્રિલ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવે છે.

તેમની ફરજ પોલીસ જવાનોને ટ્રેનિંગ આપવાની તથા કેમ્પસમાં ચાલતી નાના મોટી પ્રવૃતિઓ પર ધ્યાન રાખવાની હોય છે. જીતેશભાઇ ગત શનિવારનાં રોજ કેમ્પસમાં આવેલી તાલિમી પીએસઆઇ બિલ્ડીંગમાં ચેકિંગ કરી રહ્યા હતા ત્યારે એકેડમીની કેન્ટીનમાં કામ કરતાં ૩ શખ્સો જગો, પરેશ તથા દિપક બિલ્ડીંગમાં કોઇ બદ ઇરાદાથી ઘુસી વસ્તુઓ ફેંદતા નજરે પડયા હતાં. જેનાં પગલે જીતેશભાઇએ તેઓને બોલાવી ઠપકો આપી ત્યાંથી કાઢી મુક્યા હતા.

આ ત્રણેય શખ્સોએ જીતેશભાઇ પર આ બાબતનું વેર રાખી હુમલો કરી ગાળા ગાળી કરી સરકારી કામગીરીમાં રૂકાવટ કરી હતી. એડીઆઇ જીતેશભાઇએ આ અંગે ડભોડા પોલીસ સ્ટેશનમાં આ ત્રણેય શખ્સો વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી. આ ફરીયાદનાં આધારે ડભોડા પોલીસ સ્ટેશનનાં સિનિયર પીએસઆઇ એસ પી વાઘેલાએ આરોપીઓની ધરપકડ કરવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.