તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદઃ ધનતેરસના દિવસે જ એટીએમમાં રોકડ ખૂટી પડી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધનતેરસના દિવસે જ જ્યારે લોકો મોટી માત્રામાં દિવાળીના અંતિમ દિવસોની ખરીદી કરવા નીકળ્યા ત્યારે અનેક બેંકોના એટીએમમાં રોકડ ખૂટી ગઈ હતી. આથી લોકો ખૂબ પરેશાન થયા હતા. કેટલીક બેંકોના એટીએમમાં રોકડ ખૂટયા બાદ આવતાં બહુ વાર લાગી હતી તેના કારણે સિક્યુરિટી ગાર્ડ સાથે કેટલાક લોકોને ઘર્ષણ પણ થયું હતું.

દિવાળી મહિ‌નાની શરૂઆતમાં હોવાના કારણે મોટાભાગના પગારદાર લોકોના ખાતામાં ૩૦ તારીખથી પહેલી તારીખ વચ્ચે પગાર જમા થયો હતો. ધનતેરસના દિવસે સોનું ખરીદવાનું પણ ધાર્મિ‌ક મહત્ત્વ હોવાના કારણે અનેક લોકો સોનું ખરીદવા નીકળ્યા હતા. જો કે બોપલ, સેટેલાઈટ, આશ્રમ રોડ વગેરે વિસ્તારોમાં અનેક ખાનગી અને રાષ્ટ્રીયકૃત બેંકોની બહાર રોકડ ખૂટી ગઈ હોવાના પાટિયા લાગેલા હતા. ખાતામાં પૈસા હોવા છતાં હાથમાં તહેવારના દિવસે રૂપિયા ના આવતાં લોકો ઊકળી ઊઠયા હતા.લોકોને રૂપિયાની જરૂર પડશે ત્યારે એટીએમમાંથી જ ઉઠાવવાના છે. કેટલીક બેંકો શુક્રવારે રોકડ ખૂટી જવાની ઘટના બાદ દિવાળીની રજાના દિવસોમાં લોકોને એટીએમમાંથી પૂરતી માત્રામાં રોકડ મળી રહે તે માટે આયોજન કરી રહી છે.

- તહેવારનાં કારણે આવું થયું

તહેવારનાં કારણે નિયમિત કરતાં વધુ માત્રામાં રોકડના ઉપાડના કારણે કેટલાંક એટીએમમાં રોકડ ખૂટી હોઈ તેવું બની શકે છે.દિવાળીની રજાઓમાં જ્યારે બેંક બંધ હશે ત્યારે પણ કેશ પ્લેસમેન્ટ એજન્સી અમારા કરન્સ ચેસ્ટ પરથી રોકડ લઈને એટીએમમાં નાખશે એટલે ત્યારે પણ લોકોને તકલીફ ના પડે.
- યુ. કે. બીજાપુર, મેનેજર, બેંક ઓફ બરોડા