'આસારામ મારે ત્યાંથી રોજ દેશી દારૂના કેરબા લઈ જતા હતા'

નાથુમલ સિંધી, નાનુમલ સિંધી, જમ્મટમલ અને લચરાણી નામના શખ્સો માટે આસારામ કામ કરતા હતા

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Sep 01, 2013, 01:50 AM
Asaram bapu wine ahmedabad

- આસારામ મારે ત્યાંથી રોજ દેશી દારૂના કેરબા લઈ જતા હતા: કાળાજી ઠાકોર
- આસારામના ભૂતકાળ અંગે ફૂટેલો વિવાદી ફણગો
- નાથુમલ સિંધી, નાનુમલ સિંધી, જમ્મટમલ અને લચરાણી નામના શખ્સો માટે આસારામ કામ કરતા હતા: કાળાજી ઠાકોર


કાયમ માટે અનેક પ્રકારના વિવાદોથી ઘેરાયેલા રહેતા કથાવાચક આસારામ ફરી એક વાર એક યુવતી પર ના બળાત્કારના મામલે ચર્ચાના ચકડોળે ચડેલા છે તેવામાં કાળાજી ઠાકોર નામના એક શખ્સે કરેલા ઘટસ્ફોટને લઈને આસારામના ભૂતકાળ અંગે નવો ફણગો ફૂટયો છે. કાળાજી ઠાકોરે દિવ્ય ભાસ્કર સાથે કરેલી વાત ચીત માં ખુલાસો કર્યો છે કે તેઓ ૬૦ અને ૭૦ ના દાયકામાં સાબરમતી નદી ના પટમાં દેસી દારૂ ગાળવાની ભઠ્ઠી ચલાવતા હતા અને તે સમયે આસારામ નિયમિત રૂપે તેમની પાસે થી દેશી દારૂના કેરબા વેચાતા લઈ જતો હતા. તે સમયે પાંચ લિટર દારૂ ના કેરબાને અગિયાર રૂપિયે ખરીદી ને તેને તે ૧પ રૂપિયે વેચતો હતા.

એ સમયે આસારામ નાથુમલ સિંધી, નાનુમલ સિંધી , જમ્મટમલ અને લચરાણી નામના શખ્સો માટે કામ કરતો હતા. કાળાજી ઠાકોર વધું મા જણાવે છે કે આ શખ્સો તે સમયે સાબરમતી પોસ્ટ ઓફિસ ની સામે, નાથા રબારીની ચાલી પાસે દેશી દારૂ વેચવાનો ધંધો કરતા હતા. થોડા સમય બાદ આસારામે બીજા લોકો માટે કામ કરવાનું બંધ કરીને સ્વતંત્રપણે દેસી દારૂનો ધંધો કરવાનું શરૂ કર્યું હતું તે સમયે પણ તે કાળાજી ઠાકોર પાસેથી દારૂ ખરીદતા હતા. આ સમયે આસારામ સરદાર નગર મા પાણીની ટાંકી પાસે રહેતા હતા અને તેનો પહેરવેશ સફેદ બનિયાન અને વાદળી કલરની ચડ્ડી હતો. આસારામ ત્યારે દાઢી રાખતા ન હતા.

Asaram bapu wine ahmedabad

કાળાજી ઠોકારનું કહેવું છે કે ત્યાર બાદ આસારામ વાડજ ખાતેની એક દુધની ડેરી માં મહિ‌નાના ૩૦૦ રૂપિયાના પગારે નોકરી કરવા લાગ્યા હતા પરંતુ ત્યારે પણ તેનો દેસી દારૂ વેચવાનો ધંધો તો ચાલું જ હતો. પરંતુ અચાનક જ તે લગભગ ત્રણ થી ચાર વર્ષ માટે ગાયબ થઈ ગયા હતા અને જ્યારે તે પાછા ફર્યા ત્યારે તેણે દાઢી વધારેલી હતી. તે સમયે પણ કાળાજી ઠાકોરની દેસી દારૂ બનાવવાની ભઠ્ઠી ચાલુ હતી.

Asaram bapu wine ahmedabad

કાળાજીના કહેવા મુજબ પાછા ફર્યા બાદ આસારામ મોટે ભાગે સાબરમતી નદી ના પટમાં દોડતા રહેતા હતા તો ક્યારેક પાણી માં પણ ઉતરી પડતા હતા. ધીરે ધીરે તેણે જુના મહાદેવના મંદીર પર બેઠક જમાવી હતી અને પછી તેના પર કબજો જમાવી દીધો હતો. હાલ માં જે મોટેરા સ્થીત આશ્રમ છે ત્યાં પહેલા આ મંદીર આવેલું હતું. એટલું જ નહી ત્યાર બાદ તો તેણે દશરથ પરૂષોતમ પટેલ અને અશોકજી ઠાકોર નામના લોકોની લગભગ દસ થી બાર વિઘા જેટલી જમીન પણ પચાવી પાડેલી હતી. કાળાજી ના કહેવા મુજબ આ લોકોએ જમીન પચાવી પાડવાના મુદ્દે આસારામ પર ર્કોટમાં કેસ કરેલા છે જે હજું પણ ચાલી રહ્યા છે.

Asaram bapu wine ahmedabad

સુનિલ વાનખેડે, પ્રવક્તા, આસારામ આશ્રમ

ભાડુતી માણસો કંઈ પણ બોલે છે

સવાલ: કાળાજી ઠાકોરે એવો ખુલાસો કર્યો છે કે પૂર્વ જીવનમાં આસારામ તેમની પાસે થી દેસી દારૂ ખરીદી ને વેચતા હતા ?

જવાબ : આ ભાડુતી લોકો હોય છે જે રૂપિયા લઈ ને કંઈ પણ બોલતા હોય છે. છેલ્લા પાંત્રીસ વર્ષમાં કેમ કોઈને આવું કંઈ પણ યાદ નથી આવતું? આ માણસને પૂછો કે તે અત્યાર સુધી ક્યાં મરી ગયો હતો? અચાનક ક્યા કબ્રસ્તાન માં થી બહાર આવી ને આવી વાત કરે છે?

Asaram bapu wine ahmedabad

સવાલ: તમારું એમ કહેવું છે કે આવા લોકો રૂપિયા લઈને આરોપ લગાડે છે?
જવાબ: આ આપણી સંસ્કૃતિ પરનો હૂમલો છે, વિદેશ થી કરોડો રૂપિયા આ માટે જ મોકલવામાં આવે છે અને પ્રતિષ્ઠિત સંતોને બદનામ કરવા માટે વાપરવા માં આવે છે.

X
Asaram bapu wine ahmedabad
Asaram bapu wine ahmedabad
Asaram bapu wine ahmedabad
Asaram bapu wine ahmedabad
Asaram bapu wine ahmedabad
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App