તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોલેજોના અધ્યાપકોને ૮૦ ટકા એરિયર્સ માર્ચમાં મળી શકશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- રાહત; માનવ સંસાધન વિકાસ મંત્રાલયે એરિયર્સના દાવાને સ્વીકૃતિ આપી

રાજ્યની વિવિધ યુનિવર્સિ‌ટીઓ સાથે સંકળાયેલ સાયન્સ, કોમર્સ, આર્ટસ, લો અને એજ્યુકેશન શાખાની કોલેજો તેમજ અનુસ્નાત ભવનોમાં કાર્યરત અધ્યાપકો અને પ્રિન્સિપાલોને છઠ્ઠા પગાર પંચ મુજબ બાકી રહેલી ૮૦ ટકા એરિયર્સની રકમ માર્ચના અંત સુધીમાં મળી રહે તેવી પ્રબળ શક્યતા ઉભી થઈ છે.કેન્દ્રીય માનવ સંશાધન વિકાસ મંત્રાલયે ગુજરાત સરકારના એરીયર્સના દાવાને સ્વીકૃતિ આપતાં ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગે નાણાં વિભાગને અધ્યાપકો- પ્રિન્સિપાલોને એરીયર્સની ૮૦ ટકા રકમ ચૂકવવાની દરખાસ્ત કરતાં માર્ચ મહીનાના અંત સુધીમાં એરીયર્સની બાકી રહેલી રકમ મળશે તેમ મનાઈ રહ્યું છે.

ગુજરાત સરકારે રાજ્યની તમામ કોલેજોના શૈક્ષણિક સ્ટાફને માટે ૧ જાન્યુઆરી ૨૦૦૬થી યુજીસીના છઠ્ઠા પગાર પંચ મુજબની ભલામણ અનુસાર પગારધોરણની ચૂકવણી કરવાનું સ્વીકાર્યુ હતુ. જે અંતર્ગત ૧ એપ્રિલ ૨૦૧૦થી અધ્યાપકો- આચાર્યોને છઠ્ઠા પગાર પંચ મુજબની ચૂકવણી કરાઈ હતી.જે અંતર્ગત એરીયર્સની ૨૦ ટકા રકમની ચૂકવણી શૈક્ષણિક સ્ટાફને કરાઈ હતી, પરંતુ એરીયર્સની બાકી રહેલ ૮૦ ટકા રકમ ચૂકવાઈ ન હતી.

આગળ વાંચો વધુ વિગત

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો