• Gujarati News
  • Anti development Approach Of Congress For Prevent Modi

વિચિત્ર વિરોધઃ મોદીને રોકવા કોંગ્રેસનો વિકાસ વિરોધી અભિગમ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- મ્યુનિ. વિપક્ષી નેતા બદરુદ્દીન શેખે કેન્દ્ર સરકારને કહ્યું કે બીઆરટીએસ માટે પૈસા ન આપો

કેન્દ્ર સરકારના જેએનયુઆરએમમાં સૌથી વધુ પ્રોજેકટ મંજૂર કરાવી સફળ અમલ અને તેના પગલે મળેલી લોકપ્રિયતાથી હાંફળી ફાંફળી બનેલી કોંગ્રેસે હવે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની આગેકૂચ રોકવા માટે બીઆરટીએસ જેવા મહત્ત્વના પ્રોજેકટ માટે ગ્રાન્ટ નહિ‌ આપવા કેન્દ્રની યુપીએ સરકારને પત્ર પાઠવતાં ભારે વિવાદ છેડાયો છે.

બીઆરટીએસ પ્રોજેકટ નાગરિકોને મદદરૂપ થવાને બદલે ટ્રાફિકની સમસ્યા વધારવામાં કારણભૂત બની ગયો હોવાનો આક્ષેપ કરતાં મ્યુનિ.વિપક્ષનેતાએ આશ્રમરોડ ઉપર બીઆરટીએસ દોડાવવાની શાસક ભાજપની પ્રપોઝલને તઘલખી ગણાવતાં તેને પડતી મૂકવાની માંગણી કરતો પત્ર કેન્દ્રીય શહેરી વિકાસમંત્રીને પાઠવ્યો છે.

બીઆરટીએસને પરાણે સફળ બનાવવામાં આવી છે તેવો આક્ષેપ કરતાં મ્યુનિ.વિપક્ષનેતાએ શહેરમાં વાહનો અને રસ્તાની લંબાઇ પહોળાઇને ધ્યાને લઇ ફેઝ થ્રી અંતર્ગત આશ્રમરોડ ઉપર બીઆરટીએસ દોડાવવાની પ્રપોઝલને તાકીદે રદ કરવા માગણી કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ ચૂંટણી ટાણે કેન્દ્રીય નેતાઓ જ બફાટ કરતાં હતા અને તેનો સીધો લાભ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને મળતો હતો. આવા સ્થાનિક નેતાઓ પાર્ટી લાઈનથી વિરુદ્ધ જઈને આખરે મોદીના ફાયદાનું કામ કરે છે.

આગળ વાંચો, કોંગ્રેસી દ્વારા જ વિરોધ!