ઉત્તરવહી સમય મર્યાદામાં પૂર્ણ કરવા જીટીયુનો આદેશ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-સમયસર પરિણામ જાહેર કરવાના આશયથી જીટીયુ દ્વારા પરિપત્ર ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા દરેક પ્રોફેસરને નિયત સમયમાં ઉત્તરવહી મુલ્યાંકનની કામગીરી પૂર્ણ કરવા માટે આદેશ આપ્યો છે. સમયસર પરિણામ જાહેર કરવાના આશયથી જીટીયુ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળે છે. જીટીયુએ ઉત્તરવહી મુલ્યાંકનની કામગીરીમાં જોડાયેલા પ્રોફેસરોને પરપિત્ર મોકલી નિયત સમયમાં ઉત્તરવહી મુલ્યાંકનની કામગીરી પૂર્ણ કરવા આદેશ આપ્યો છે. જીટીયુના પરિણામો પરીક્ષા પૂર્ણ થયાના બે-બે માસ પછી પણ જાહેર કરી શકાતા ન હોઇ જીટીયુ ખાતે ધરણા યોજાતા હતા. દરમ્યાન હવે જીટીયુ દ્વારા પ્રોફેસરોને પરપિત્ર કરી નિયત સમયમાં ઉત્તરવહી મુલ્યાંકનની કામગીરી પૂર્ણ કરવા માટે તાકીદ કરી છે.