અનસૂયાના પતિ મુકેશની ધરપકડ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહિ‌લા પોસ્ટ એજન્ટના પતિની સહકર્મચારીની પણ અટકાયત

મહિ‌લા પોસ્ટ એજન્ટ અનસુયા હાલાણી સાથે કૌભાંડમાં સામેલ તેના પતિ મુકેશ હાલાણી તેમજ અનસુયાની ઓફિસમાં નોકરી કરતી મહિ‌લા કર્મચારી ફાલ્ગુનીબહેન દશરથભાઇ પટેલની પોલીસે ધરપકડ કરી છે.હજારો ખાતેદારોના કરોડો રૂપિયા ચાંઉ કરી ગયેલી અનસુયાના પતિ મુકેશ અને ફાલ્ગુનીના ખાતામાંથી ભોગ બનનાર ખાતેદારોના ૧પ લાખના ટ્રાન્જેકશન થયા છે.

આટલું જ નહીં જે લોકોના પૈસાના ટ્રાન્જેકશન આ બંનેના ખાતામાં થયા છે તેમના ખાતા પણ ખુલ્યા નથી. જેથી આ બંનેની અનસુયાના કૌભાંડમાં સંડોવણી પૂરવાર થતા પોલીસે તેમની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે પોલીસે અત્યાર સુધીમાં ભોગ બનનાર પૈકી ૩૭પ લોકોના નિવેદન લીધા છે.જેમાં કૌભાંડનો આંકડો રૂ.૩.૮૮ કરોડ ઉપર પહોંચ્યો છે.

મુકેશ એસીબીની ટ્રેપમાં અને જમીનકેસમાં પકડાયો હતો

મુકેશ હાલાણી ગાંધીનગર સચિવાલયમાં પાણી પૂરવઠા વિભાગમાં એન્જીનીયર તરીકે ફરજ બજાવે છે.મુકેશ હાલાણી વિરુધ્ધ ભૂતકાળમાં એસીબીની ટ્રેપ થઇ હતી.જેમાં તે પૈસા લેતા રંગે હાથે ઝડપાયો હતો.આ ઉપરાંત એક જમીન કેસમાં પણ મુકેશ વિરુધ્ધ ગુનો નોંધાયો હતો.