ચિત્રને માણવાનો વિચાર જ મહત્વનો છે : રેલિયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- સમાકલમના ત્રીજા દિવસે અનિલ રેલિયાએ આર્ટનો ઈતિહાસ અને તેના ઈમ્પોર્ટન્સ ઉપર વાત કરી

'આર્ટની વાત કરીએ તો અત્યારે જેટલું મોંઘું એટલું સારું તેવો ટ્રેન્ડ છે. આ કારણે કલાકારો ખરીદનારને શું જોઈએ છે તેના પર ફોકસ કરે છે. હકીકતમાં એક કલાકારે સરળ વિચારો સાથે પોતાની આર્ટમાં ઈન્વોલ્વ થવું જોઈએ. આપણે ત્યાં સદીઓથી કલાકારો પાસેથી આર્ટ બહાર આવતી રહી છે. ૧પ૦૦થી ૧૭૦૭ એટલે કે બાબરથી ઓરંગઝેબ સુધી પુષ્કળ કામ થયું છે.

તેમાં પણ બાબર જ્યારે ફરીથી ઈન્ડિયામાં આવ્યો ત્યારે તેની સાથે પર્શિ‌યન કલાકારોને પણ લેતો આવ્યો અને અહીં પર્શિ‌યન આર્ટની શરૂઆત થઈ.’ આ શબ્દો છે આર્ટ કન્ઝર્વેટર અને કલેક્ટર અનિલ રેલિયાના. કનોરિયામાં સમાકલમ ૨૦૧૪માં ત્રીજા દિવસે તેમણે આર્ટ અને માર્કેટ ઉપર વક્તવ્ય આપ્યું. મુઘલ સમયકાળમાં કલાકારોને સાચવવાની જવાબદારી જે તે સમ્રાટની રહેતી પછી રજપૂતોએ પણ કલાકારોને આશ્રય આપવાનું શરૂ કર્યુ હતું. અનિલ રેલિયાએ કહ્યું કે પછીથી અંગ્રેજોના વખતમાં પણ કલાકારો સચવાયા.

આગળ વાંચો વધુ વિગત