તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાર કાઉન્સિલના ચેરમેનપદે મેટ્રો કોર્ટના વકીલ અનિલ કેલ્લા ચૂંટાયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીમાં સતત ૧૬મા વર્ષે ફરી ભાજપનો કેસરિયો લહેરાયો છે. બાર કાઉન્સિલના ચેરમેન સહિતના પદાધિકારીઓ અને મહત્વની કમિટીઓમાં ફરી એક વાર ભાજપ પ્રેરિત સમરસ પેનલના સભ્યો ચૂંટાઈ આવ્યા છે, જેમાં મેટ્રો કોર્ટના એડ્વોકેટ અનિલ સી. કેલ્લાની ચેરમેનપદે વરણી થઈ છે. આ ચૂંટણી પર ગુજરાતના ૬૩ હજાર જેટલા વકીલ અને સમગ્ર ન્યાયતંત્રની નજર મંડાયેલી હતી.

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીના પરિણામે ભાજપ લીગલ સેલ તેના ૧૭ જેટલા ઉમેદવારને છેલ્લા બે દિવસથી અજ્ઞાત સ્થળે લઈ ગઈ હતી. ત્યાર બાદ રવિવારે તેમને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ઓફિસે પરત લઇને આવી હતી. બીજી તરફ બપોરે બાર કાઉન્સિલના વિવિધ હોદ્દેદારો માટે ચૂંટણીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.

જેમાં ચેરમેનપદે અનિલ સી. કેલ્લા, વાઇસ ચેરમેનપદે અમરેલીના બકુલ પંડ્યા, એક્ઝિકયુટિવ કમિટીના ચેરમેનપદે આણંદના સી. કે. પટેલ, ફાઇનાન્સ કમિટીના ચેરમેનપદે અમદાવાદના ભરત ભગત, એનરોલમેન્ટ કમિટીના ચેરમનેપદે મહેસાણાના કિશોર ત્રિવેદી, રૂલ્સ કમિટીના ચેરમેનપદે સુરતના જે. આર. ગાંધી, જીએલએચ(ગુજરાત લો એલ્ર્ડ મેગેઝિન) કમિટીના ચેરમેન પદે પાલનપુરના યશવંત બચાણીની નિમણુંક થઈ છે. આમ લગભગ તમામ હોદ્દાઓ પર ભાજપનું વર્ચસ્વ અને દબદબો ફરી એકવાર જોવા મળ્યો હતો.