સનબર્ન અને ટેનિનથી બચાવશે લોશન

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અલ્ટ્રાવાયોલેટ કિરણોથી સ્કિનને બચાવવા માટે ૯૦ એસપીએફ (સન પ્રોટેકશન ફેકટર) સુધીના સનસ્ક્રીન લોશન કોસ્મેટિકસ સ્ટોર્સ સુધી પહોંચી ગયા છે. એક વર્ષ પહેલા ૧૫ થી ૨૪ એસપીઅએફ વાળા જ સનસ્ક્રીન લોકો ખરીદતા હતા. પણ હવે આનું સ્તર ૩૦થી પણ વધુ પહોંચી ગયું છે.

વોટરપ્રૂફ સનસ્ક્રીનથી લઈને હવે ઓર્ગેનિક સનસ્ક્રીન પણ બજારમાં મળે છે . ત્યાં સુધી કે િસ્વમર્સ માટે પણ સ્પેશિયલી સનસ્ક્રીન માર્કેટમાં લોન્ચ કરવામાં આવ્યાં છે. અલ્ટ્રાવાયલેટ રેડિએશનમાં બે પ્રકારના કિરણો ત્વચાને પ્રભાવિત કરે છે. એક ‘એ’ અને બીજુ ‘બી’. ‘એ’થી સ્કિન ધીરે-ધીરે ડેમેજ થાય છે. અને ‘બી’થી સ્કિન તરત જ કાળી પડવા માંડે છે. આને જ સનબર્ન કહેવામાં આવે છે. સ્કિનથી લઈને બોડીને કવર કરવામાં આવે તેમ છતાં સ્કિન ટેનિંગ, પિંગમેંટેશન અને એજિંગની મુશ્કેલીઓ જોવા મળે છે. આ તમામ મુશ્કેલીઓથી છુટકારો આપવા માટે કંપનીઓ હવે ૯૦ એસપીએએફ લોન્ચ કર્યા છે. એસપીએએફનું આ સ્તર દર વર્ષે વધતું જઈ રહ્યું છે. સૌ પ્રથમ ૧૫ એસપીએફ પછી ૨૪ , પણ હવે ૪૦થી લઈને ૯૦ એસપીએફ સુધીના સનસ્ક્રીન માર્કેટમાં છે.

વીએલસીસીના ફાઉન્ડર વંદના લુથરા જણાવે છેકે સ્કિન માટે સનસ્ક્રીન લોશન ઘણું જરૂરી છે. સ્કિન ટોન અને ટાઈપ પ્રમાણે સનસ્ક્રીન લોશન વાપરવા જોઈએ. વધુ તડકો હોય ત્યારે ૫૦ એએસપીએફ વાળું સનસ્ક્રીન હિતાવહ રહે છે.

િસ્વમિંગ કરવા માટે પણ સનસ્ક્રીન..!

જો તમે િસ્વમિંગ પૂલ જઈ રહ્યો છો તો વોટરપ્રૂફ સનસ્ક્રીન લોશન વાપરવું હિતાવહ છે. ન્યુટ્રેજિના કંપનીએ હાલમાં જ વોટરપ્રૂફ અને સ્વેટ પ્રૂફ સનસ્ક્રીન અલ્ટ્રાશીયર લોન્ચ કર્યું છે. જેમાં એસપીએફ સ્તર ૫૦ છે. આના સિવાય બીચ (સમુદ્ર કિનારે) વાળી જગ્યા પર જઈ રહ્યા હોવ તો ૫૦ થી ૯૦ એસપીએફ વાળા જ સનસ્ક્રીન લોશન વાપરો કે જેથી સ્કિન ટેનિંગથી બચી શકાય.

ઓર્ગેનિક સનસ્ક્રીન : વીએલસીસી કંપનીએ ઓર્ગેનિક સનસ્ક્રીન લોન્ચ કર્યું છે. જેમાં સફેદ ચંદન, જોજોબા ઓઈલ, ગાજર, ઓલેવેરા અને બીજા અમુક ફળોનો રસ તેમાં એક્સટ્રેક કરવામાં આવે છે. ૩૦ એસપીએફવાળું આ સનસ્ક્રીન લોશન એવા લોકો માટે સારંુ છે જેમની સ્કિન ઘણી સેિન્સટીવ છે. આ સિવય ફેબ ઈન્ડિયા, લેકમે, બાયોટિક, જોય, ગાનિgયર, લેકટોકેલામાઈન, હિમાલયાએ પણ નવી રેન્જ માર્કેટમાં ઉતારી છે.