તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઈશરત કેસઃ ગાર્ડે થોડું પણ મોડું કર્યુ હોત તો અમીનને ગોળી વાગી જાત!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમજદે નરેન્દ્ર અમીનની પિસ્તોલ ઝૂંટવીને ગોળીબાર કર્યો હતો
કોબા ખાતેના અર્હમ ફાર્મમાં ગોંધી રખાયેલા અમજદઅલી રાણાની પૂછપરછ માટે અમીન ગયા હતા


કોબા ખાતેના અર્હમ ફાર્મમાં અમજદઅલી રાણાની પૂછપરછ કરવા ગયેલા નરેન્દ્ર અમીને ગાળાગાળી કરતા ઉશ્કેરાયેલા અમજદે બંને હાથમાં હાથકડી પહેરેલી હોવા છતાં પણ અમીનની પિસ્તોલ ઝૂંટવી લઇ તેની ઉપર ગોળીબાર કર્યો હતો.સદ્દનસીબે અમજદે પિસ્તોલ ઝૂંટવી લેતાની સાથે જ અમીને સ્વ બચાવ માટે બૂમાબૂમ કરતા અમીનની બૂમો સાંભળીને પોલીસ કર્મચારીઓ દોડી આવ્યા હતા અને તેમણે અમજદનો હાથ પકડીને ઉપર તરફ લઇ જતા ગોળી છતમાં વાગી હતી.અર્હમ ફાર્મમાં તા.૧ જૂને બનેલી આ ઘટનાનો ઘટસ્ફોટ સીબીઆઈના સાક્ષી બની યેલા ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ ભરત પટેલે તેમના ૧૬૯ મુજબના નિવેદનમાં સીબીઆઈ સમક્ષ કર્યો હતો.

સેન્ટ્રલ આઈબીના અધિકારીઓ પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તોઈબાના આતંકવાદી મુઝમ્મીલનો ફોન ટ્રેસ કરી રહ્યા હતા.જેના આધારે મળેલી માહિ‌તીના આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે તા.૨૭ મે ૨૦૦૪ ના રોજ રેલ્વે સ્ટેશન સામેની હોટેલમાંથી અમજદઅલી રાણાને ઝડપી લીધો હતો.અમજદને અર્હમ ફાર્મમાં ગોંધી રખાયો હતો.જ્યાં સમયાંતરે રાજેન્દ્રકુમાર,વણઝારા તેમજપાંડેએ અમજદની પૂછપરછ પણ કરી હતી.
જે અનુસાર તા.૧ જૂનના રોજ ક્રાઈમ બ્રાન્ચના તત્કાલીન એસીપી ડો.નરેન્દ્ર અમીન અમજદની પૂછપરછ કરવા અર્હમ ફાર્મમાં પહોંચ્યા હતા.જો કે અમજદ આતંકવાદી હોવાથી તેને બંને હાથે હાથકડી પહેરાવીને રાખી હતી.

એ બાદ શું થયું તે અંગે વાંચવા માટે તસવીર પર ક્લિક કરોઃ