એક પેઈન્ટિંગમાં આખું અમદાવાદઃ અનોખી કારીગરી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ શહેરના ૬૦૪માં સ્થાપના દિન નિમિત્તે બુધવારે શેઠ. સી. એન ફાઈન આર્ટસ કોલેજમાં તેની ઉજવણી કરવામાં આવી હતી. કોલેજના વિદ્યાર્થીઓ અને શિક્ષકોના સંયુક્ત પ્રયાસથી ૩પ ફૂટ લંબાઈ અને ૨પ ફૂટ પહોળાઈ ધરાવતું અમદાવાદ શહેરનું એક વિશાળ પ્રતિકાત્મક પેઈન્ટિંગ તૈયાર કરવામાં આવ્યું હતું.

આ પેઈન્ટિંગમાં અમદાવાદ શહેરનું પ્રતીક ગણાતી સીદી સૈયદની જાળીનો આધાર લઈને તેમાં શહેરની નામાંકિત વિભૂતિઓ, સ્થાપત્યો, સંસ્થાનો, સંગ્રહાલય, ખાણી-પીણીના જાણીતા સ્થળો વગેરે દર્શાવવામાં આવ્યા છે. આ પેઈન્ટિંગ જોઈને લાગે છે કે જાણે આખું અમદાવાદ એક જ પેઈન્ટિંગમાં સમાઈ ગયું હોય