• Gujarati News
  • Ahmedabadi Girl Became A Victim Of Love Jihad Latest News

‘લવ જેહાદ’: લગ્ન પછી હિન્દુ યુવતીને જાણ થઈ, પતિ મુસ્લિમ છે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(પ્રતિકાત્મક તસવીર)
-પ્રેમ રમેશને કર્યો પણ નીકળ્યો રઝાક, ભોગ બનેલી યુવતી પર ધર્મ પરિવર્તન માટે સિતમ ગુજારાયો
-પતિ રઝાક રિક્ષામાં દારૂની ખેપ મારતો હોવાથી ચરસ પીને ઘરે આવી મારપીટ કરતો
-સાડી નહીં બુરખો પહેરી કપાળમાં ચાંદલો ન કરવા ને હનુમાન ચાલીસા ન સાંભળવા ફરજ પડાતી
અમદાવાદ: દેશભરમાં ''લવ જેહાદ’’ને કારણે ભારે વિવાદ ઊભો થયો છે ત્યારે અમદાવાદમાં આવા લવજેહાદનો શિકાર બનેલી યુવતીની વિતક કથા કોઇ પણ વ્યક્તિના રૂંવાડા ખડા કરી દે તેવી છે. શહેરના નરોડા વિસ્તારમાં રહેતી રાજશ્રી (તમામની ઓળખ છુપાવવા નામ બદલ્યાં છે) લાલ દરવાજા વિસ્તારમાં આવેલા એક કાપડના સ્ટોરમાં નોકરી કરતી હતી. ઘરેથી નોકરીના સ્થળે લઇ જતાં લાવતા રિક્ષાચાલક રમેશ સાથે તેની આંખ મળી ગઇ હતી. પોતાના પરિવારના વિરોધની પણ પરવા કર્યા સિવાય યુવતીએ રમેશ સાથે લગ્ન કરી લીધા હતા. લગ્નના છ મહિ‌ના પછી યુવતીને ખબર પડી કે પોતાનો પતિ રમેશ નહીં પરંતુ રઝાક છે.
મુસ્લિમ પતિએ હવે રાજશ્રીને ઘરમાં સાડીને બદલે બુરખો પહેરવા, કપાળમાં ચાંદલો નહીં કરવા કે હનુમાન ચાલીસા નહીં સાંભળવા માટે ફરજ પાડવાનું શરૂ કર્યું. પતિનો ધર્મ અલગ હોવા છતાં યુવતીને એમ કે ધર્મ અને પ્રેમને શું લેવાદેવા. તે રઝાકની પુત્રીની માતા પણ બની ગઇ. જોકે રઝાક હવે પોતાની રિક્ષામાં દારૂની ખેપ મારતો હોવાની કે કેટલીક વખત ચરસ પીને ઘરે આવતો હતો. તેણે વિરોધ કર્યો તો તેના માટે રોજ રાત્રે રઝાકના હાથનો માર નિયમિત કસરત જેવું બની ગયું. આખરે રાજશ્રી આત્મહત્યા કરવા મજબૂર બની પણ એક યુવકે તેને બચાવી કારણ પૂછ્યું તો તેણે કહ્યું મુસ્લિમ યુવક સાથે લગ્ન કરી હું ફસાઇ ગઇ છું. રાજશ્રીએ હવે શહેર નજીકના એક આશ્રમમાં આશરો લીધો છે. તેણે પોલીસમાં અરજી કરી છે પરંતુ હજુ સુધી કોઇ પગલા ભરાયાનું મારા ધ્યાને નથી આવ્યું.
આગળ વાંચો: અ'વાદમાં 'લવજેહાદ'ના વર્ષે 40 કિસ્સા: વિહિપ