તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Ahmedabad VS Hospital 116 Cr Budget Granted Not Any New Facility For Patient

અમદાવાદ: VS હોસ્પિટલ નું 116 કરોડનું બજેટ, દર્દી માટે કાંઈ નહીં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(વીએસ હોસ્પિટલના ટ્રસ્ટીઓ.)
-ગેરવહીવટ: ભાજપે સૂચવેલા 2.73 કરોડના સુધારા સાથે વીએસ હોસ્પિટલનું બજેટ ટ્રસ્ટીઓના વિરોધ સાથે મંજૂર
-116 કરોડના બજેટમાં 106.20 કરોડ તો સ્ટાફ માટે એસ્ટાબ્લિશમેન્ટ ખર્ચ
-દવા પાછળ 30 લાખનો નજીવો ખર્ચ

અમદાવાદ : મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સૌથી મોટી વીએસ હોસ્પિટલમાં સારવાર લેતા હજારો દર્દીઓ માટે મ્યુનિ.ભાજપે કોઈ પણ પ્રકારની રાહત કે નવી સવલતોનું આયોજન 2015-16ના બજેટમાં કર્યું નથી. સુપરિન્ટેન્ડન્ટે રજૂ કરેલા બજેટમાં મ્યુનિ.ભાજપે સૂચવેલા 2.73 કરોડના સુધારા સાથેનું કુલ રૂ .116 કરોડનું બજેટ ટ્રસ્ટીઓના વિરોધ સાથે ભાજપે વીએસ બોર્ડ બેઠકમાં બહુમતીથી મંજૂર કર્યુ હતું. નવાઈની વાત તો એ છે કે, 116 કરોડના બજેટમાં 106.20 કરોડનો ખર્ચ તબીબો અને સ્ટાફ માટે એસ્ટાબ્લિશમેન્ટ ખર્ચ તરીકે બતાવાયો છે.

વીએસ હોસ્પિટલનો વહીવટ ભાજપે બે ભાગ એટલેકે મેટ અને વ્યવસ્થાપક મંડળ વચ્ચે વહેંચી દેતા બજેટનું કદ નાનું થયું છે. મેટ હસ્તક એક હજાર બેડ કરી દેવાયા છે જ્યારે વ્યવસ્થાપક મંડળ હેઠળ માત્ર 120 બેડ માટે જ બજેટ રજૂ કરાયું છે. સ્પે.રૂમ અને સેમી.સ્પે.રૂમ માટે લેવાતી ડિપોઝિટ ભરવામાંથી મુકિત અપાઈ છે. દર્દીઓના સગાં-વહાલા માટે કેન્ટીન બનાવાશે.
ધુપ્પલ : તબીબો કામ કરે મેટમાં, ખર્ચો VSમાં
બજેટમાં નર્યુ ધુપ્પલ હોય તેવી ચર્ચા જાગી છે. વી.એસ.ને બે ભાગમાં વહેંચી દીધા બાદ તબીબો મેટ અંતર્ગત કામ કરતા હોવાનું કહેવાય છે. પણ તેમનો ખર્ચો વીએસમાં જ દર્શાવાતો હોવાનું આજે રજૂ કરેલા બજેટ પરથી સ્પષ્ટ થયુ છે. બજેટમાં જે મશીનરી ખરીદવાની છે તે મેટ કે વી.એસ.બોર્ડની મંજૂરીથી લેવાશે તે અંગે પણ અધ્યક્ષને કોઈ જાણકારી નથી. સુપરિ. મલ્હાન કહે છે કે, સેન્ટ્રલ મેડિકલ સ્ટોરમાંથી મશીનરી ખરીદાશે. નિયમ મુજબ વીએસ માટે ખરીદાતી મશીનરીબોર્ડની મંજૂરી લેવી પડે.
વિરોધ : મેટની દખલથી દાતા ટ્રસ્ટીઓ નારાજ
વી.એસ.હોસ્પિટલના બે ભાગલા પાડી દેતા તેના વહીવટ અંગે ભારે વિવાદ સર્જાયો છે. શેઠ વાડીલાલ પરિવાર અને ચિનાઈ પરિવારના દાતા ટ્રસ્ટીઓ રુપા ચિનાઈ, જય શેઠ અને ડો.વી.એફ.શાહે મંજૂર થયેલા બજેટનો ભારે વિરોધ કરતા કહ્યું કે, હોસ્પિટલમાં ભારે ગેરવહીવટ અને ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. મેટની વધી રહેલી દરમિયાનગીરી સામે પણ અમારો સખત વિરોધ છે. આ મુદ્દે અમે ચેરીટી કમિશનરને પણ ફરિયાદ કરી વી.એસ.હોસ્પિટલમાંથી મેટને દૂર કરવાની ફરિયાદ કરી છે.

ખરેખર મંજૂર કરેલુ બજેટ કેટલી પથારી માટેનું છે તે જ શાસક ભાજપ સ્પષ્ટતા કરતું નથી. દવા પાછળ માત્ર 30 લાખનો ખર્ચ એ હાસ્યાસ્પદ બાબત છે. આટલી મોટી હોસ્પિટલમાં દર્દીઓ અને દવા પાછળ સાવ નજીવો ખર્ચ કેવી રીતે હોય શકે ωરસીદ આપવામાં કૌભાંડ ચાલે છે, એપોઈન્ટમેન્ટ કે ખરીદીમાં બોર્ડની મંજૂરી લેવાતી નથી આ તમામ બાબતોમાં કયાંય પારદર્શકતા દેખાતી નથી.

આગળ વાંચો 1 બેડ પાછળ અંદાજે એક કરોડનો ખર્ચ, 116 કરોડના ખર્ચનું બ્રેકઅપ