અ'વાદીઓએ માણી ખિમસરના રણપ્રદેશમાં 'રજવાડી ઠાઠભરી' ટ્રિપ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ખિમસરના રણપ્રદેશમાં રજવાડી ઠાઠભરી ટ્રિપ - મહારાજાના હાથે પીરસાયેલું ભોજન ભલે ન માણી શકાયું પણ પેટભરીને જલસા કર્યા - લાઈવ ફિલ્મ શૂટિંગ જોવાં મળ્યું ૧પ૨૩મી સદીમાં જોધપુર ફાઉન્ડર રાઓ જોધાનાં આઠમાં પુત્ર રાજા રાઓ કરમસજી દ્વારા બનાવડાવેલાં ખિમસરનાં ફોર્ટ વિશે અમે સાંભળ્યું હતું કે ત્યાંનાં મહારાજા ટુરિસ્ટ્સને પોતાનાં હાથે જમવાનું પીરસીને જમાડે છે. પરંતુ જ્યારે અમે ખિમસર ગયાં ત્યારે મહારાજા પોતે ફોરેનની ટ્રિપ પર ગયા હોવાથી આ સગવડનો લ્હાવો અમે લઇ શક્યાં ન હતાં. અમે ઉદયપુરથી જોધપુર તરફ બાય રોડ ટ્રાવેલ કર્યુ સમગ્ર મુસાફરી ટેકરાઓ, રણ, જંગલ, સફારીઝ અને ઐતિહાસિક જગ્યાથી ભરપુર જણાઇ હતી. ઊંટગાડી અને ઘોડા દ્વારા થતી સવારીને કારણે ખિમસરનો પ્રવાસ અન્ય પ્રવાસો કરતાં જુદો પડે છે. શાંતિપ્રિય અને શાહીઠાઠ માણવાની ઇચ્છા ધરાવતી વ્યક્તિઓને ગમે તેવી આ જગ્યા છે. થાર રણની સાથે ફોર્ટ પાસે એક નાનકડું તળાવ સુંદરતામાં વધારો કરે છે. ફોર્ટમાં શોપિંગ માટે માત્ર એક જ શોપ છે. પરંતુ અહીંયા જમવાનાં શોખીનોને રજવાડી ભોજન માણવાની ખુબ મઝા પડી શકે છે. જ્યારે અમે ત્યાં ફરવા ગયાં ત્યારે બોલ બચ્ચન ફિલ્મનું શુટિંગ ચાલતું હોવાને કારણે અમે અભિષેક બચ્ચન અને પ્રાચી દેસાઇ સહિ‌તનાં દરેક ક્રુ મેમ્બર્સને પણ મળ્યાં હતાં. ફેબ્રુઆરી મહિ‌નાની ઠંડીમાં પણ ત્યાં દિવસ દરમિયાન અત્યંત ગરમી વર્તાતી હતી પરંતુ જેવી સાંજ પડી તેવી શીતળ લહેર સમગ્ર ખેમસરમાં પ્રસરી ગઇ હતી. આ યુનિક જગ્યા વિશે લોકોને ખાસ ખ્યાલ નથી. જોકે એક વવાર ખિમસરનાં રણ અને વાઇલ્ડ લાઇફની મઝા ખરેખર માણવા જેવી છે. (જાણીતા અભિનેત્રી ભાવિની જાનીએ શ્રદ્ધા બિલવાલને જણાવ્યાં મુજબ) ટૂર પ્લાનમાં શું ધ્યાન રાખશો? આજુબાજુનાં જોવા લાયક સ્થળો : જોધપુર, બિકાનેર, જયપુર, જેસલમેર
બેસ્ટ સિઝન : શિયાળાના ચાર મહિ‌ના સૌથી યોગ્ય સમય છે.
ક્યાં રહેશો : ખિમસરનો ફોર્ટ
કેટલો ખર્ચ થશે : રહેવા માટે લગભગ દિવસનાં રૂ.પ૦૦૦થી રૂ.૬૦૦૦ સુધીનો ખર્ચ થાય છે.