તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Ahmedabad Muni. Will Gives Ownership To Rent Ownership

અમદાવાદ મ્યુનિસિપલ માર્કેટ્સનાં ભાડુઆતોને માલિક બનાવાશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કરોડો રૂપિયાનું ભાડાનું લેણું બાકી હોવા છતાં
અમદાવાદ મ્યુનિસિપલ માર્કેટ્સનાં ભાડુઆતોને માલિક બનાવાશે
શહેરમાં સીજી રોડ, પાલડી અને પાનકોર નાકાની મ્યુનિ.માર્કેટો વેચી મ્યુનિ.રૂપિયા રળશે


અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પોશ અને મોંઘા વિસ્તારોમાં ઊભા કરાયેલા કરોડો રૂપિયાની મિલકતો એવા ૩ મ્યુનિ.માર્કેટના મોટાભાગના ભાડુઆતોનું વર્ષોથી ભાડુ ચૂકવતા નથી. બીજી તરફ અમદાવાદ મ્યુનિ.ના સત્તાધીશોએ ભાડુઆતો પાસેથી નીકળતી કરોડોની લેણી રકમ ચૂકવવાને બદલે પાછલા બારણે તેમને ફાયદો કરાવવાનો કારસો રચી કાઢયો છે. અમદાવાદ મ્યુનિ.એ મ્યુનિ.માર્કેટની મિલકતો ભાડુઆતોને વેચી દેવા માટેનો ઠરાવ કરી નાંખ્યો છે પણ હવે કરોડો રૂપિયાનું બાકી નીકળતું ભાડુ વસૂલ્યા વિના કેવી રીતે બારોબાર ભાડુઆતોને માલિક બનાવી શકાય તેથી સત્તાધીશો અને અધિકારીઓ મુંઝવણ અનુભવી રહ્યાં છે. પાલડી વિસ્તારમાં આવેલા મ્યુનિ.ના સુવિધા શોપિંગ સેન્ટર નામના મ્યુનિ.માર્કેટ ૧૯ મોટી મિલકતના ભાડુઆતો છેલ્લા પ વર્ષથી માંડીને ૩૦ વર્ષથી ભાડુ ભરતા નથી પણ મ્યુનિ.ના અધિકારીઓને ભાડુ વસૂલવાની તસ્દી પણ લેતા નથી.
અમદાવાદ શહેરના વિકાસની સાથે અમદાવાદ મ્યુનિ.એ શહેરના વિવિધ વિસ્તારોમાં પોતાની માલિકીની જમીનો ઉપર મિલકતો બાંધી હતી જે વખતે મિલકતો બાંધવામાં આવી તે વખતમાં મિલકતોના ભાવ ઓછા હતા ત્યારે ધંધો કરવા માટે ઓછા ભાડાએ દુકાનો સહિ‌તની અન્ય મિલકતો ભાડે આપવામાં આવી હતી પણ શહેરના વિકાસની સાથે દુકાનોની કિંમતો પણ ઊંચી ગઇ હતી તેથી અમુક દુકાનોમાં માર્કેટના ભાવ પ્રમાણે ભાડા વધારવામાં આવ્યા હતા જ્યારે અમુક માર્કેટના ભાડાં યથાવત્ રાખવામાં આવ્યા હતા.

અમદાવાદ મ્યુનિ.ર્કોપોરેશનના સીજી રોડ, પાનકોર નાકા, પાલડીના સુવિધા શોપિંગ સેન્ટર જેવા અન્ય માર્કેટની દુકાનો છેલ્લા વર્ષોથી ભાડે આપેલી દુકાનો છે પણ ઘણા દુકાનદારો નિયમિત ભાડુ ભરતા નથી જ્યારે મોટાભાગના લાંબા સમયથી ભાડુ જ ભરતા નથી છતાં અમદાવાદ મ્યુનિ.ના સત્તાધીશો કરોડો મિલકતોનું કરોડો રૂપિયા બાકી ભાડુ વસૂલવાને બદલે એકાદ વર્ષ પહેલા એક વિવાદાસ્પદ ઠરાવ કર્યો હતો જેમાં મ્યુનિ.માર્કેટની દુકાનોને ભાડુઆતોને વેચવાની મંજૂરી આપવામાં આવી હતી પણ ભાડુ વસૂલ્યા વિના ભાડુઆતો માલિક ન બની શકે તેથી હજુ સુધી એકપણ મિલકત મ્યુનિ.વેચી શકી નથી.