અમદાવાદ હજુ રૂબિનને ભૂલ્યું નથી!

જન્મજયંતીની કાંકરિયામાં જોશભેર ઉજવણી થઈ

City Reporter

City Reporter

Divyabhaskar.com | Updated - Sep 20, 2012, 02:32 AM
Ahmedabad is not forget yet rubin

- જન્મજયંતીની કાંકરિયામાં જોશભેર ઉજવણી થઈશહેરમાં ઝૂનો પાયો નાખનાર રૂબિન ડેવિડની ૧૦૦મી જન્મજયંતી નિમિત્તે તેમની દીકરી એસ્થર ડેવિડની બુક 'માય ફાધર્સ ઝૂ’ નું ગુજરાતી વર્ઝન લોન્ચ થયું.'અમદાવાદમાં ઝુનો પાયો નાખનાર રૂબિનની જેમ પ્રાણીઓની ખુબ નજીક રહીને કામ કરવું મુશ્કેલ છે. આ શબ્દો છે નેચરાલિસ્ટ લવકુમાર ખાચરના. પ્રસંગ હતો રૂબિન ડેવિડની ૧૦૦મી જન્મજયંતિ પર તેમની દીકરી અને જાણીતા લેખક, કલ્ચરલ એકસપર્ટ એસ્થર ડેવિડની 'મારા ડેડીનું ઝૂ’ના બુક લોન્ચનો. ખાચરે બુધવારે 'માય ફાધર્સ ઝૂ’ના ગુજરાતી અનુવાદનું વિમોચન કર્યું .મૂળ અંગ્રેજીમાં લખાયેલા આ પુસ્તકનો ગુજરાતી અનુવાદ ચિરંતના ભટ્ટે કર્યો છે. આ કાર્યક્રમમાં મેયર અસીત વોરા, કમિશનર ગુરુપ્રસાદ મોહાપાત્રા, કાર્તિ‌કેય સારાભાઈ તેમજ બેહરામપુરા સ્કુલના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.ખાચર કહે છે 'હું નાનો હતો ત્યારે રૂબિન હયાત હતા અને અને સિંહ જેવા એનિમલ્સના બચ્ચા સાથે રમી શકતા જોકે, હવે નિયમો બદલાયા છે. પણ પહેલા જેવા નિયમો પાછા આવી જાય અને સિંહ અને વાઘના બચ્ચાના સાથે બાળકોને રમવા દેવામાં આવે તો બાળકો પ્રાણીઓથી વધુ નજીક આવશે.’મેયર અસીત વોરાએ રુબીન ડેવિડના અમુક પ્રસંગો યાદ કરતા કહ્યું હતું કે 'રૂબિન એવા સરકારી કર્મચારી હતા કે જેમણે રિટાયરમેન્ટ પછી પણ સેવાઓ આપવાની ચાલુ રાખી હતી. એમના જેવા ડયૂટી માટે પેશનેટ માણસો આજે મળવા મુશ્કેલ છે.’મોહાપાત્રાએ જણાવ્યું હતુ કે રૂબિનની જેમ કમિટમેન્ટથી કામ કરતા લોકો આજે મળી જાય તો ઘણા કામ સરળ બની શકે. એસ્થર ડેવિડે આ પ્રસંગે કોર્પોરેશન અને આર.આર શેઠના પ્રકાશક રત્નરાજ શેઠનો આભાર માન્યો હતો અને કહ્યું કે, 'મને લાગતું હતું કે અમદાવાદીઓ મારા ફાધરને ભૂલી ગયા હશે પણ લોકોનો આટલો સારો પ્રતિસાદ જોઈને લાગે છે કે રૂબિન ડેવીડ હજુ પણ અહી છે. અને લોકોનો પ્રેમ પણ યથાવત છે. ’- આજે પણ યાદ કરાય છે રૂબિનના આ પ્રસંગોમણિનગરમાં એક વાર એક વ્યક્તિના ઘરમાં દીપડો ઘુસી ગયો. તે દીપડાને બહાર કાઢવાનું કામ રૂબિને સફળતાપૂર્વક પાર પાડ્યું હતુ અને તેને ઝૂમાં મૂક્યો હતો. આ દીપડાનું નામ 'બાદલ’ રાખ્યું હતું. વડનગરની એક મસ્જિદમાં દીપડી ઘુસી ગઈ હતી તેને પણ રૂબિને રેસ્ક્યુ કરી હતી. રૂબિન બની શકે ત્યાં સુધી પ્રાણીને બચાવવાનો જ પ્રયાસ કરતા. પ્રાણીઓને પકડતી વખતે ટ્રાંક્વિલાઈઝર્સ વાપરવાનું ટાળતા હતા.X
Ahmedabad is not forget yet rubin
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App