• Gujarati News
  • Ahmedabad Heritage City Status Proposes Returning Again

અમદાવાદને હેરિટેજ સિટીના દરજ્જાની દરખાસ્ત ફરી પરત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદઃ અમદાવાદને વર્લ્ડ હેરીટેજ સિટીનો દરરજો અપાવવા મ્યુનિસિપલ કોર્પોરેશને ચાર વર્ષથી હાથ ધરેલા પ્રયાસો પર બીજી વખત પણ હાલ પૂરતું પૂર્ણવિરામ મૂકાઈ ગયું છે. હેરીટેજ સિટીની માન્યતા માટે 80 લાખના જંગી ખર્ચે તૈયાર કરાયેલું ડોઝીયર યુનેસ્કોમાં મોકલતા જ તેમાં મૂળભૂત માહિતી પૂરી પાડવા અંગે ભયાનક ઉપેક્ષા સેવવામાં આવતાં આ હાલત થઈ છે. ખૂટતી માહિતી માટે યુનેસ્કોએ ડોઝિયર પરત મોકલાવી દીધું છે. હવે ડોઝિયરમાં જરૂરી માહિતીનો ઉમેરો કરી ડિસેમ્બરના અંત સુધીમાં ફરી યુનેસ્કોમાં રજૂ કરાશે.
પહેલી વખત ડ્રાફટ ડોઝીયર સપ્ટેમ્બર-2013માં આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયાના ડાયરેકટર જનરલ દ્વારા યુનેસ્કોમાં મોકલાયું હતું. ત્યારે એડવાઈઝરી કમિટી વર્લ્ડ હેરીટેજ મેમ્બર્સ કમિટીએ ડોઝિયરની ચકાસણી કરી તેને સુધારવાના પત્ર સાથે પરત મોકલ્યુ હતુ. આ પછી કોર્પોરેશન અને સેપ્ટે ડોઝિયરને રિવાઈઝડ કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી. અને સપ્ટેમ્બર-2014 સુધીમાં ડોઝીયર સુધારીને પુન: એએસઆઈ મારફતે યુનેસ્કોમાં મોકલાયું હતું. તાજેતરમાં જ યુનેસ્કોએ તે ફરી પરત મોકલ્યું છે. તેમાં કેટલીક ટિપ્પણી અને અભિપ્રાયો લખી ડોઝિયર પાછું મોકલ્યુ છે. હવે ખૂટતી માહિતી ઉમેરવા માટે સેપ્ટની ટીમ કામે લાગી છે.

1.5 કરોડનું બજેટ અને 750 પાનાનું ડોઝિયર છતાં બીજી વખત નિષ્ફળતા મળી
2010થી શરૂ થયેલી કવાયતમાં અમદાવાદને વર્લ્ડ હેરીટેજ સિટીમાં સ્થાન અપાવવા માટેની કામગીરી કરવા રૂ 1.5 કરોડનું બજેટ ફાળવા્યું હતું. ડોઝિયર બનાવવા અત્યાર સુધી રૂપિયા 80 થી 90 લાખ ખર્ચાઈ ચૂક્યા છે. અને હજુ સેપ્ટના જે પ્રોફેસર અને ટીમ આ પ્રોજેકટ પર કામ કરી રહી છે. હાલમાં જે ડોઝિયર પાછું મોકલાયું તે 750 પાનાનું હતુ. જેમાં અમદાવાદનો ઐતિહાસિક વારસો, બિલ્ડીંગ્સ, મકાનોની માહિતીનો સમાવેશ કરાયો હતો.
આગળ વાંચોઃ 5 પાના ભરીને ભૂલો કાઢી, બિહારના નાલંદા સાથે સ્પર્ધા