બેંગલોરથી પકડાયેલી મહિલાનું અમદાવાદ કનેક્શન બહાર આવ્યું

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- બોગસ આઈકાર્ડના આધારે બેંગલોર ઈસરોમાં પ્રવેશી હતીબેંગલોરના ન્યૂ બીઈલ રોડ પર આવેલી ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનમાં વૈજ્ઞાનિક તરીકેના બોગસ આઈ કાર્ડ પર પ્રવેશ કરનારી ૪૪ વર્ષીય રહસ્યમય મહિલા જુલા એન. શ્યામ અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલા રાધા એપાર્ટમેન્ટના ૨૦૨ નંબરના ફલેટમાં રહેતી હતી.જો કે ૧૯મી સપ્ટેમ્બરના રોજ તે પોતાના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા કેરળના કોલ્લમ ખાતે ગઈ હતી. તેના પતિએ બેંગલોર પોલીસને જણાવ્યું હતું કે જુલાની છેલ્લા કેટલાક વખતની માનસિક સારવાર ચાલતી હતી. બીજી બાજુ આ મહિલા પાસેથી મળી આવેલું આઈ કાર્ડ પણ અમદાવાદનું હોવાથી બેંગલોર પોલીસે તપાસ કરવા ગુજરાત એટીએસને જાણ કરી છે. ગુજરાત એટીએસ અને ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે જુલાને બાળપણથી જ વૈજ્ઞાનિક બનવાની ઈચ્છા હતી, પરંતુ તે કોઈ કારણસર બની શકી ન હતી.તેના લગ્ન થઈ ગયા હતા. વૈજ્ઞાનિક બનવાની પ્રબળ ઈચ્છા તેના પર હાવી થતી જતી હતી. જેના કારણે તે થોડા સમય પહેલા ડિપ્રેશનનો શિકાર બની હતી. ગુજરાત એટીએસ અને બેંગલોર પોલીસ વચ્ચે થયેલી વાતચીત પ્રમાણે તેની પાસેથી ઈસરોનું જે આઈ કાર્ડ મળ્યું છે તે પણ અમદાવાદમાં બન્યું હોવાની આશંકા છે.ગુજરાત એટીએસના સૂત્રોએ કહ્યું હતું કે આ માહિતીના આધારે તેમણે અમદાવાદના ઈસરોના સિકયોરિટી ઓફિસર ટી.એન. રાવ પાસેથી માહિતી મેળવી છે. પરંતુ તે પૂર્ણ ન હોવાથી તેઓ આગળ તપાસ કરી રહ્યા છે. કોઈ એન્થની નામના શખ્સે જુલાને આઈકાર્ડ મેળવવામાં મદદ કરી છે. આ એન્થની કોણ છે અને તે કેવી રીતે જુલાને ઓળખે છે તે અંગે એટીએસની ખાસ ટીમ કામે લાગી છે. હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેલી જુલાની પૂછપરછ કરવા માટે ગુજરાત એટીએસની ટીમ બેંગલોર પણ રવાના કરાશે.