• Gujarati News
  • Ahmedabad Chinese Doctor Say On China President Visit Gujarat

ભારત-ચીન મૈત્રીથી મારા ભારતનો વિકાસ થાય: ચાઈનીઝ ડોક્ટરની લાગણી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(અમદાવાદ ખાતે સ્થાયી થયેલા ચાઇનીઝ ડોક્ટર કો હુંગ)
- ભારત-ચીન મૈત્રીથી મારા ભારતનો વિકાસ થાય : હુંગ
- અમદાવાદમાં સ્થાયી થયેલા ચાઇનીઝ ડોક્ટરની લાગણી

અમદાવાદ : અમદાવાદમાં 1936થી સ્થાયી થયેલા ચાઇનીઝ પરિવારના અને હાલ શહેરના શાહઆલમ ટોલનાકા ખાતે ચાઇનીઝ ડેન્ટલ ક્લીનીક ચલાવતા ડેન્ટલ હાઇજીનીસ્ટ 65 વર્ષીય કો હુંગની લાગણી છે કે ભારત-ચીન મૈત્રીથી મારા ભારતન વિકાસ થાય. 1936માં તેમના પિતા ડો. સુન સેંગ ચાઇનાથી ભારત આવી અમદાવાદ શહેરમાં વસ્યા. 1949માં અમદાવાદમાં જન્મેલા કો હુંગે 1975માં મુંબઇથી ડેન્ટીસ્ટ્રીનો અભ્યાસ પૂર્ણ કરી તેમના સદગત પિતાના પગલે વીજળીઘર પાસે પરિવારનું ડેન્ટલ ક્લીનીક ચાલુ રાખ્યું. 1979થી શાહ આલમ ટોલનાકા ખાતે ચાઇનીઝ ડેન્ટલ ક્લીનીક ચલાવી રહ્યા છે. તેમની ચાઇનીઝ પત્ની શ્યાવ ઉર્ફે ઉષા સાથે પાલડી વિસ્તારમાં રહે છે.

ચહેરા પરથી જ ચાઇનીઝ દેખાતા કડકડાટ ગુજરાતી બોલે છે ત્યારે સૌ કોઇ અચંબામાં પડી જાય છે! ભૂતકાળ વાગોળતા કો હુંગ કહે છે કે 1960ના અરસામાં ચીન એક ગરીબ દેશ હતો અને હું અમદાવાદથી મારી બહેનને દિવાસળીના બોક્ષ જેવી જીવન જરૂરી મોકલતો હતો. આજે અલબત્ત ચાઇનીઝ નાગરિકની તનતોડ મહેનતથી ચીન આખી દુનિયાને લગભગ તમામ ચીજવસ્તુઓ પોષાય તેવા ભાવે ઉપલબ્ધ કરી રહ્યુ છે.

આગળ વાંચો ચીનના પ્રમુખ શી જિન પિંગની અમદાવાદની મુલાકાત અંગે શું જણાવ્યું...