અહીંયા રવિવારે મળે છે સામાન્યથી લઇ એન્ટીક વસ્તુઓ: વિડીયો

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લાલ દરવાજા ખાતે દર રવિવારે ગુજરી બજાર ભરાય છે. જ્યાં સામાન્યથી લઇ એન્ટીક વસ્તુઓએ સસ્તા દરે મળે છે. દર રવિવારે એલિસબ્રીજના નીચે ભરાતા ગુજરી બજારમાં એક જ દિવસે ૧૦ હજારથી વધુ લોકોની અવર જવર થાય છે અને લાખો રૂપિયાનું ટર્નઓવર થાય છે. ગુજરી બજારમાં હજારો લોકો આવતા હોવાને કારણે ટ્રાફિક જામીન સમસ્યા સર્જાય છે. જેના કારણે ત્યાં દર રવિવારે સ્પે. ટ્રાફિકનો પોઇન્ટ પણ ગોઠવવામાં આવે છે. નોંધનીય છે કે, ગુજરી બજારમાં લાકડાના ટેબલ, એન્ટીક વસ્તુઓ, સેકન્ડ હેન્ડ વસ્તુઓ સહિત ઘેટા બકરાંની પણ લે વેચ કરવામાં આવે છે. તસવીર અને વીડિયો મયુર જોષી, અમદાવાદ