રનવે વધુ સુરક્ષિત: અ’વાદ એરપોર્ટ પર વાંદરા રોકવા વીજવાયરનું ફેન્સિંગ કરાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(અમદાવાદ એરપોર્ટની ફાઈલ તસવીર, ઈન્સેટ તસવીરમાં વાયર ફેન્સિંગ દિવાલ)
રનવે વધુ સુરક્ષિત બનાવવા ઓથોરિટી દ્વારા કાર્યવાહી

અમદાવાદ : અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટના રનવે સુધી અવારનવાર ઘૂસી આવતા વાંદરાઓને અટકાવી રનવેને વધુ સુરક્ષિત બનાવવા એરપોર્ટ ઓથોરિટીએ કવાયત હાથ ધરી છે. જેના ભાગરૂપેની એરપોર્ટની ચારેબાજુ આવેલી બાઉન્ડ્રી વોલ પર કાંટાળા તારની સાથે સોલર ઇલેક્ટ્રિક વાયરથી પણ ફેન્સિંગ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આશરે 25 લાખ રૂપિયાના શરૂ થયેલી આ કામગીરી આગામી ત્રણથી ચાર મહિનામાં પૂર્ણ કરાશે.

અમદાવાદ એરપોર્ટની ફરતે આશરે 10 કિલોમીટર લાંબી બાઉન્ડ્રી વોલ આવેલી છે. જેની ઉપરથી કોઈ ચઢી ન શકે તે માટે ગોળાકાર કાંટાળા તાર લગાવી ફેન્સિંગ કરવામાં આવી રહ્યા છે. પરંતુ ઘણીવાર આ દીવાલ કૂદીને વાંદરાઓ રનવે સુધી પહોંચી જતા હતા. જેના પગલે વિમાનોના સંચાલનમાં સમસ્યા ઊભી થતી હતી. આ સમસ્યાથી બચવા માટે તેમજ વાંદરા કે અન્ય કોઈ પ્રાણીથી બચવા માટે ઓથોરિટી દ્વારા આ બાઉન્ડ્રી વોલ પર ખુલ્લા વીજળીના વાયર લગાવવાનું આયોજન કરાયું છે.

જેના ભાગરૂપે સૌથી બાઉન્ડ્રી વોલ પર આવેલી કાંટાળી વાડની પેરેલલ વીજળીના ખુલ્લા વાયર લગાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ વાયરને અડતાની સાથે જ તેમાંથી ઝાટકો વાગે છે. જો કે આ વાયરમાંથી પસાર થતો કરંટ હાઈ વોલ્ટેજનો ન હોવાથી તેનાથી કોઈનું મોત નહીં નિપજે અને તે હ્યુમન કે એનિમલ તમામ માટે સેફ છે. જો કે આ વાયરથી લાગતા કરંટના કારણે કોઈ તેને બીજીવાર અડકવાની કોશિશ નહીં કરે અને તેનાથી દૂર ભાગશે.

આગળ વાંચો વાંદરાઓને ડરાવવા વીજ વાયર લગાવાશે, બર્ડ હિટ અટકાવવા પક્ષીવિદની માગણી