તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદ પોલીસ વિભાગમાં ફેરફાર: 16 PIની આંતરિક બદલી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ગુજરાત પોલીસનો લોગો)
- સેટેલાઈટ, સરખેજ, નારણપુરા, શાહપુરના પીઆઈ બદલાયા

અમદાવાદ : અમદાવાદમાંથી બદલી થયેલા 4 પીઆઈને પોલીસ કમિશનર શિવાનંદ ઝા એ મંગળવારે સમી સાંજે છુટા કર્યા છે,જ્યારે બહારથી આવેલા પીઆઈને જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં પોસ્ટીંગ આપવામાં આવી છે.આ સાથે લાંબા સમયથી ખાલી પડેલી સેટેલાઈટ સિનિયર પીઆઈની જગ્યા ભરી દેવામાં આવી છે. સેટેલાઈટ સિનીયર પીઆઈની જગ્યાએ નારણપુરા સિનીયર પીઆઈ જે.એમ.પટેલને મુકવામાં આવ્યા છે.જ્યારે સરખેજ સિનીયર પીઆઈ ડી.એસ.પૂનડિયાને દાણીલીમડા સેકન્ડ પીઆઈ તરીકે મુકવામાં આવ્યા છે.

આ સાથે સાબરતમી સિનીયર પીઆઈ એફ.કે.જોગલ અને ચાંદખેડા સિનીયર પીઆઈ એમ.યુ.મશીની પણ બદલી કરવામાં આવી છે.જ્યારે અગાઉ બદલી કરાયેલા નરોડા સિનીયર પીઆઈ તેમજ સેટેલાઈટ,મેઘાણીનગર અને એલિસબ્રિજ સેકન્ડ પીઆઈને છુટા કરી દેવાયા છે. ઉલ્લેખનીય છે કે, શાહપુરમાં તોફાનોના પગલે પશ્ચિમ રેલવેમાંથી આર.એસ. પટેલનું અહીં પોસ્ટિંગ કરવામાં આવ્યું છે.
આગળ વાંચો કયાં પીઆઈની ક્યાં બદલી?