થાળી, સ્ટીલની પ્લેટથી સુરંગ ખોદી શકાય? તપાસ એજન્સીઓ બેકફૂટ પર

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરંગકાંડ : તપાસ એજન્સીઓ બચાવની સ્થિતિમાં
૧૯પ ફૂટની સુરંગનો ખુલાસો ૨પ દિવસ પછી કેમ થયો ? : હાઈપાવર સમિતિનો વેધક પ્રશ્ન
જે સાધનોથી સુરંગ ખોદાઈ હોવાનો દાવો કરાય છે તેની સામે પણ સવાલ ઊઠાવ્યો


સુરંગકાંડમાં એજન્સીઓ સામે પણ હાઈપાવર સમિતિએ ગંભીર પ્રશ્ન ઊભા કર્યા છે. હાઈ પાવર સમિતિએ સુરંગકાંડની તપાસ સાથે સંકળાયેલી ક્રાઈમ બ્રાન્ચ અને ફાયર બ્રિગેડના કેટલાક અધિકારીઓને અનઔપચારિક રીતે પ્રશ્ન કર્યો હતો કે ૧૦મી ફેબ્રુ.ના રોજ સુરંગકાંડનો ખુલાસો થયો ત્યારે સુરંગની લંબાઈ ૪૨ ફૂટની હતી.

ફાયરબ્રિગેડ અને ઓ એન જી સી દ્વારા આધુનિક સાધનોની તપાસ પછી ખરેખર સુરંગ ૧૯પ ફૂટની છે તેનો ખુલાસો ૨પ દિવસ પછી કેમ થયો? એજન્સીઓને એવો પણ પ્રશ્ન કરાયો હતો કે ૩જી માર્ચના રોજ ફાયર બ્રિગેડની એક ટીમ સુરંગમાં તપાસ કરવા ઉતરી હોવા છતાં તેને કેમ સુરંગની લંબાઈ અંગે ખબર ન પડી અને બીજી વાર ૭મી માર્ચે એકાએકે સુરંગની લંબાઈ ધાર્યા કરતા મોટી હોવાની કેવી રીતે જાણ થઈ ?

હાઈપાવર સમિતિએ જે સાધનો વડે સુરંગ ખોદાઈ હોવાનો દાવો ક્રાઈમ બ્રાન્ચ કરી રહી છે તેના સામે પણ પ્રશ્ન ઊભો કર્યો છે. આ બાબતે પૂછતા ગૃહ વિભાગે કહ્યું હતું કે હજી સુધી સમિતિએ પોતાનો રિપોર્ટ આપ્યો નથી તેથી સત્તાવાર રીતે કંઈ પણ કહી શકાય નહીં.

આગળનો અહેવાલ વાંચવા માટે તસવીરો પર ક્લિક કરો: