તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અ’વાદમાં અફોર્ડેબલ આવાસોઃ ૧૦૦ કરોડમાં પ૦૦૦ ઘર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ખાસ બજેટ પાસ કરવા માટે ઔડાએ તાકીદે બેઠક બોલાવી
ઔડા ૧૦૦ કરોડમાં પ૦૦૦ એફોર્ડેબલ આવાસો બાંધશે
રિંગ રોડની ફરતે ખાસ ઝોન માટે ૩પ કરોડની જોગવાઇ


ઔડાએ રજૂ કરેલી અમદાવાદ શહેરની વિકાસ યોજના ૨૦૨૧માં એફોર્ડેબલ હાઉસિંગ ઉપર વધુ ભાર આપ્યો હતો. ઔડાની બુધવારે યોજાયેલી ૨૪૬મી ર્બોડ મીટિંગમાં રૂ.૩૪૮.૮૯ કરોડનું બજેટ સર્વાનુમતે પસાર કરવા સાથે એફોર્ડેબલ હાઉસિંગ અને પ્રાથમિક સુવિધાના કામો પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે. ઔડાએ રૂ.૧૦૦ કરોડની જોગવાઇ પોતાની જમીનોમાં આગામી દિવસોમાં પ હજાર મકાન બાંધવા કરી છે. જેમાં અત્યારે ઇડબ્લ્યુએસના ૧૧૨૦, એલઆઇજીના ૭૦૦ અને એમઆઇજીના ૭૦૦ મકાનો બાંધવાનું આયોજન છે. ઔડા દ્વારા વિકાસ નકશામાં રજૂ કરાયેલા એફોર્ડેબલ હાઉસિંગ ઝોનમાં ડેવલપરને આ માટેની સ્કીમ મૂકવા પ્રોત્સાહિ‌ત કરવાની ખાસ જોગવાઇ કરાઇ છે. આમાં સરદાર પટેલ રિંગ રોડની ફરતે આવેલા એફોર્ડેબલ હાઉસિંગ ઝોનમાં પ્રાથમિક સુવિધાઓ ઊભી કરવા માટે રૂ. ૩પ કરોડની જોગવાઇ કરાઈ છે.

ઔડાના ચેરમેન ધર્મેન્દ્રભાઇ શાહે જણાવ્યું હતું કે,'ઔડાએ ટીપી અને ડીપીમાં આવેલા રસ્તાઓ બનાવવા અંગે અંદાજીત રૂ. ૬૬.૧૬ કરોડની જોગવાઇ કરી છે. ઔડાના વિસ્તારોમાં સ્ટ્રીટલાઇટ, ફૂટપાથ, ફાયર સ્ટેશન સહિ‌તના કામો માટે રૂ. ૩.૬૮ કરોડની જોગવાઇ કરી છે. જ્યારે શહેરના પ‌શ્ચિ‌મ વિસ્તારમાં ગટર લાઇનનાં કામો કરવા માટે રૂ. ૪૪ કરોડ, પૂર્વ વિસ્તારમાં ગટર લાઇનોની કામગીરી માટે રૂ. ૧૭ કરોડની જોગવાઇ કરાઈ છે. ઔડા પ્લોટોના વિકાસના કામો કરવા માટે રૂ. પ.૩૨ કરોડની જોગવાઇ કરાઈ છે. ઔડા વિસ્તારમાં આવેલા ગ્રોથ સેન્ટર જેવા કે, કલોલ, દહેગામ, મહેમદાબાદ, બારેજા, સાણંદમાં જુદા-જુદા વિકાસના કામો જેવા કે, ટીપી/ડીપીના રસ્તાઓ, ડ્રેનેજ તથા અન્ય કામો માટે રૂ.૬પ.૯૮ કરોડની જોગવાઇ કરાઈ છે. ઔડા વિસ્તારના તળાવો અને બગીચાઓના વિકાસ માટે રૂ.૭.૭પ કરોડની જોગવાઇ કરાઈ છે. ઔડા દ્વારા બજેટમાં વિકાસનાં કામો ઉપર પ્રાથમિકતા આપવામાં આવી છે.’
આ અંગે વધુ વાંચવા માટે તસવીર પર ક્લિક કરોઃ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

વધુ વાંચો