જમ્મુ-કાશ્મીરના વિદ્યાર્થીઓ માટે પ્રવેશ કાર્યવાહીનો પ્રારંભ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જમ્મુ કાશ્મીરના વિદ્યાર્થીઓ માટે એડમશિન કમિટી દ્વારા પ્રવેસ કાર્યવાહીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ વિદ્યાર્થીઓ ૩૦ જુન સુધી પોતાની અરજી એડમશિન કમિટી સમક્ષ કરી શકશે. ત્યાર બાદ એડમશિન કમિટી દ્વારા જમ્મુ કાશ્મીરના વિદ્યાર્થીઓ માટે ૩ જુલાઇના રોજ મેરીટ લિસ્ટ જાહેર કરવામાં આવશે. મેરીટ જાહેર થયા બાદ ૧૦ જુલાઇના રોજ કાઉન્સેલીંગ દ્વારા પ્રવેસની ફાળવણી કરવામાં આવશે. જમ્મુ કાશ્મીરના વિદ્યાર્થીઓને ગુજરાતમાં પ્રવેશ આપવા માટેની જોગવાઇ છે. જેના પગલે એડમિસન કમિટી દ્વારા પ્રવેસ માટેની કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ કાર્યવાહી માટેનો પરપિત્ર એડમશિન કમિટી દ્વારા જાહેર કરી દેવામાં આવ્યું છે.