બીબીએ,બીસીએ,બીએડ્, એમએડ્માં કેન્દ્રીયકૃત પદ્ધતિથી જ પ્રવેશ અપાશે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત યુનિવર્સિ‌ટીમાં બીબીએ-બીસીએ, બીએડ્ શાખાની કોલેજોમાં કેન્દ્રીયકૃત પ્રવેશ પ્રક્રિયા નાબૂદ કરવાની હિ‌લચાલના વિરોધના પગલે કુલપતિ ડો. આદેશ પાલ દ્વારા અગાઉના વર્ષોની જેમ જ સેન્ટ્રલાઈઝ પ્રવેશ પદ્ધતિ લાગુ કરવાની જાહેરાત કરાઈ છે અને તે મુજબની પ્રવેશ પ્રક્રિયા ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહના પરિણામની જાહેરાત બાદ હાથ ધરાશે.

જે અંતર્ગત ગુજરાત યુનિવર્સિ‌ટીના ઉપકુલપતિ ડો. મુકુલ શાહ ઉપકુલપતિ તરીકેના હોદ્દાની રૂએ સેન્ટ્રલાઈઝ પ્રવેશ પદ્ધતિ માટેની કમિટીના ચેરમેન બની રહેશે.તેઓ ઉપકુલપતિ તરીકે સમગ્ર પ્રવેશ પ્રક્રિયાનું મોનિટરિંગ કરશે. આ ઉપરાંત બીબીએ-બીસીએ-બીએડ્-એમએડ્ શાખાની કોલેજોની બેઠકો ઉપર પ્રવેશ પ્રક્રિયા સારી રીતે થાય તે માટે જે તે વિદ્યાશાખામાં પાંચથી છ જેટલા સભ્યોની નિયુક્તિ કરવામાં આવનાર છે.

- કમિટી પ્રવેશ પ્રક્રિયાનું નિયમન કરશે

ઉપકુલપતિ ડો. મુકુલ શાહે જણાવ્યું હતું કે, બીબીએ-બીસીએ-બીએડ્-એમએડ્ શાખાની કોલેજોમાં પ્રવેશ માટેની સેન્ટ્રલાઈઝ પ્રવેશ કમિટી કુલપતિના સંકલન સાથે ઓવરઓલ પ્રવેશ પ્રક્રિયાનું નિયમન કરશે.